GSTV
Home » News » તમારી પાસે 2-3 કાર હશે તો પણ ભરવું પડશે ઈંશ્યોરન્સનું માત્ર 1 પ્રીમિયમ, વિમા કંપનીઓની મોટી પહેલ

તમારી પાસે 2-3 કાર હશે તો પણ ભરવું પડશે ઈંશ્યોરન્સનું માત્ર 1 પ્રીમિયમ, વિમા કંપનીઓની મોટી પહેલ

આપણા દેશમાં પણ મોટર વિમા બિઝનેસમાં ઉપયોગના આધારે પ્રીમિયમ એટાલે કે, ‘પે એઝ યૂઝ કંઝ્યૂમ’ બહુ જલદી શરૂ થઈ શકે છે. વિમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA) એ વાહન વિમા ક્ષેત્રમાં આ નવી પ્રોડક્ટને મંજૂરી આપી દીધી છે. ઉપયોગ આધારિત પ્રીમિયમ એટલે કે, જો તમારી પાસે ઘણી કાર હોય તો પણ તમારે તમારા ઉપયોગ પ્રમાણે જ વિમા પ્રમાણે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

આ પ્રોડક્ટનો લાભ લેવાનો ફાયદો એ છે કે, તમારી પાસે ઘણી કાર હોવા છતા તમે એક મોટર વિમા પોલિસી લઈને બધાંજ વાહનોને જોખમમાંથી સુરક્ષિત કરી શકો છો. ભારતના કાર માલિકોને આ પ્રકારની સુવિધા પહેલીવાર મળી રહી છે. આ રીતે કાર માલિકે કાર ચલાવવાના આધારે જન ઓન ડેમેજ વિમા્નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

ઈરડાના નિર્ણય બાદ આવી રહી છે નવી પોલિસી


ઈરડાના આ મહત્વના નિર્ણય બાદ દેશની મુખ્ય વિમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard) કાર માટે એક ફ્લોટર પોલિસી લૉન્ચ કરી રહી છે, આ પોલિસીમાં એક કાર ગ્રાહક રૂપે તમારી પાસે એ વિકલ્પ રહેશે કે, તમે સમ એશ્યોર્ડને ઓપ્ટિમાઇઝ એટલે કે નક્કી કરી સકશો. કંપનીનું માનવું છે કે, જો તમારી પાસે બે કાર હોય તો તમે બંને એકસાથે નહીં ચલાવતા હોય.

દેશની પ્રમુખ વિમા કંપનીએ આ પોલિસીને સિંગલ ઑનર મલ્ટીપલ વ્હીકલ ફ્લોટર પોલિસીનું નામ આપ્યું છે, કંપનીની આ પોલિસી તેની એપ પર રજૂ કરવામાં આવી છે, આ એક એપ આધારિત ઈન્ટરફેસ છે, જેનાથી ઘણાં વાહનો લિંક કરી આ પોલિસીનો લાભ લઈ શકાય છે.

ઔપચારિક રૂપે લૉન્ચ થવામાં લાગી શકે છે છ મહિના


ICICI Lombardના અંડરરાઇટિંગ હેડ સંજય દત્તાએ કહ્યું કે, એક ફ્લોટર પોલિસીમાં તમે ત્રણ-ચાર કાર માટે વિમા ખરીદી શકો છો. તેનો અર્થ એ પણ છે કે, તમારી એક પોલિસીથી તમારી ત્રણેય કાર કવર થઈ શકે છે, હજી આ પોલિસીનું પ્રોટોટાઇપ ડેવલવ કરવામાં આવી રહ્યું છે અને છ મહિના સુધી તેના ઉપયોગ બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીને લાગશે કે, ફ્લોટર કાર પોલિસી યોગ્ય રીતે ચાલી રહી છે તો, તેને ફુલ ફ્લેજ્ડ લૉન્ચ કરવામાં આવી શકે છે.

સેફ ડ્રાઇવિંગ પર એપ આપશે રિવૉર્ડ પોઇંટ


અત્યારે મોટા ભાગની વિમા કંપનીઓ ગ્રાહકોને ઓન ડેમેજ પ્રીમિયમ વસૂલે છે, જે વાહનની ઉંમર, મૉડલ, લોકેશન અને નો ક્લેમ બોનસ પર નિર્ભર કરે છે, નવા કાર વિમા પ્રોગ્રામમાં વાહન ચલાવવાની તમારી આદતનો પણા સમાવેશ કરવામાં આવ્યો છે, એક્સીલેટર, હાર્ડ બ્રેક, સ્પીડ, અંતર અને યાત્રાના સમયના હિસાબે તમારા પ્રીમિયમની ગણતરી થશે, તમારે બધી જ ગાડી માટે ઓન ડેમેજ વિમો લેવાની જરૂર નહીં પડે. આ એપ ડ્રાઇવિંગ વ્યવહારને મોનિટર કરશે, જે સેફ ડ્રાઇવિંગ પર રિવોર્ડ પોઇન્ટ પણ આપશે.

Read also:

Related posts

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

Ankita Trada

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana

બાહુબલીનો ભલ્લાલદેવ ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યો છે, કંઈક આવું છે તેની ફિલ્મનું પોસ્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!