હિંગનો વપરાશ ભોજનનો સ્વાદ અને સુગંધને વધારવા માટે કરવામાં આવે છે, પરંતુશુ તમે જાણો છો કે, તેનાથી સ્વાસ્થ્યને પણ ફાયદો પહંચે છે. હીંગ પાચન અને વજન ઘટાડવા માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. હીંગમાં એન્ટી બેક્ટીરિયલ, સોજો અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે. શાકમાં હીંગનો વપરાશ કરવા સિવાય એક સારી રીત છે હીંગના પાણીનું સેવન. એક ચપટી હીંગની સાથે પાણી મિક્સ કરી પીવાથી ચોંકાવનારા ફાયદાઓ થઈ શકે છે.
કેવી રીતે કરીએ હીંગનુ પાણી તૈયાર?
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હીંગનો પાવડર મિક્સ કરો. હવે ત્યારબાદ પાણીમાં હીંગને મિક્સ કરી ખાવી પેટ તેનું સેવન કરો. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળશે.

પાચનશક્તિને સારી કરશે
હીંગ પાચન સંબંધી સમસ્યાઓને ઠીક કરવામાં મદદગાર હોય છે. પાચનનળીથી અપચાનું કારણ બનાનાર હાનિકારક ટોક્સિન્સને હીંગ બહાર કાઢે છે. તેના સેવનથી પાચનની પ્રક્રિયા નિયંત્રિત હોય છે અને પેટના pH સ્તરને સામાન્ય બનાવે છે.
વજન ઘટાડવામાં મદદગાર
હીંગ પાણી તમારા મેટાબોલિજ્મને વધારવામા મદદ કરે છે. વધારે મેટાબોલિક દર હોવાનો મતલબ છે કે, વધારે શ્રેષ્ઠ વજન ઘટવો. હીંગનું પાણી પીને તેજીથી વજન ઓછો કરી શકાય છે. હીંગ પાણી તમારા શરીરના કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે અને તમારા દિલને પણ પ્રભાવિત થવા દેતા નથી.
કેન્સરની વિરુદ્ધ સુરક્ષા
હીંગમાં શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. જો તેમનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો ફ્રી રેડિકલ્સથી તમારા શરીરના કોષોને બચાવશે. તે સિવાય તે તમને કેન્સરથી પણ બચાવે છે.
માથાના દુઃખાવાને ઓછો કરે છે
બળતરા વિરોધી ગુણધર્મો મળવાને કારણે હીંગ માથાના દુખાવામાં પણ મદદ કરે છે. તમારા શરીરની ધમનીઓમાં બળતરા સોજો ઓછુ કરવાનુ કામ કરે છે. માથાના દુખાવામાં રાહત માટે હિંગના પાણીનું સેવન કરી શકાય છે.
બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે
હીંગનુ સેવન તમારા બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. હીંગ અગ્નાશેયની કોશિકાઓને ઉભારે છે. જેનાથી વધુ ઈંસુનિલનો સ્ત્રાવ હોય છે. આ પ્રકારે તમારુ બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….