GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

OMG: યુસૈન બોલ્ટે લગાવી ઝીરો ગ્રેવેટીમાં દોડ અને જીત પણ મેળવી! જુઓ વીડિયો

ઓલમ્પિકમાં એથલેટિક્સમાં 8 ગોલ્ડ મેડલ જીતનારા યુસૈન બોલ્ટ શું ગ્રેવેટી વિના પણ દોડ લગાવી શકે છે ? આ સવાલનો મોટાભાગના લોકો જવાબ માગી રહ્યા હતા. અને આખરે તેનો જવાબ પણ મળી ગયો છે. યુસૈન બોલ્ટે ગ્રેવિટી વિના પણ દોડ લગાવી જીત હાંસિલ કરી છે.

બુધવારે યુસૈન બોલ્ટ જીરો-સી ગ્રેવિટીના એયરબસમાં સવાર થયો હતો. જેમાં શૂન્ય ગુરૂત્વાકર્ષણનો માહોલ હતો. આ પ્લેનમાં બોલ્ટે પોતાના બે સાથીદારો સાથે દોડ લગાવી. શરૂઆતમાં બોલ્ટ શૂન્ય ગુરૂત્વાકર્ષણમાં પોતાના પગ જમીન પર નહોતો રાખી શક્યો. પરંતુ બોલ્ટ માટે કહેવાય છે કે તેની શરૂઆત ગમે તેટલી ખરાબ હોય અંત રોચક અને જીત માટે બનેલો હોય છે.

બોલ્ટે આ રેસના અંતમાં જીત મેળવી હતી. જે વીડિયોમાં તમે જોઇ શકો છો. આ રેસમાં બોલ્ટને ફ્રેચ એસ્ટ્રોનોટ ફ્રાંસિસ ક્લેવરલોય અને નોવાસ્પેસના સીઇઓ તથા ફ્રેચ ડિઝાઇનર ઓક્ટેવ ડે ગોલ્લે ચુનોતી આપી હતી.

જીત મેળવ્યા પછી પોતાના અંદાજમાં શેમ્પેઇનની બોટલ ખોલી યુસૈન બોલ્ટે સેલિબ્રેટ કર્યું હતું. જોકે આ શેમ્પેઇનની બોટલ પણ કોઇ આમ બોટલ નહોતી. આ બોટલ પણ ઝીરો ગ્રેવિટી સહન કરી શકે તે મુજબ બનાવવામાં આવી હતી. આ બોટલને ઓક્ટેવ ડે ગોલ્લે ડિઝાઇન કરી હતી.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!