GSTV

અમેરિકામાં આ ચીની એપને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ગંભીર ચર્ચા, ટીનએજર્સમાં છે અત્યંત લોકપ્રિય

અમેરિકામાં ટિકટોકને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ટિકટોક ટીનેજર્સમાં અત્યંત લોકપ્રિય છે અને ટીનેજર્સના સ્માર્ટફોનમાંથી તે જબરજસ્ત પ્રમાણમાં ડેટા મેળવી, જે તે ટીનેજરના અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ પેરેન્ટ્સ સુધી ચાઇનીઝ હેકર્સ પહોંચી શકે છે એવું પણ બહાર આવી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એવી શક્યતા છે કે અમેરિકન પ્રમુખ બાઇટડાન્સ કંપનીને યુએસમાં ટિકટોકની માલિકી બીજી કોઈ કંપનીને વેચી દેવાનો આદેશ કરશે.

ટિકટોક ટીનેજર્સમાં અત્યંત લોકપ્રિય

ઉલ્લેખનીય છે કે આ અહેવાલ વાંચી રહ્યા હો ત્યારે આવો આદેશ જારી થઈ ગયો હોય એવી પણ શક્યતા છે. અત્યારે ટિકટોકની વેલ્યૂ ૨૦ થી ૪૦ અબજ યુએસ ડોલરની ગણાય છે એટલે તે માઇક્રોસોફ્ટ જેવી મોટા ગજાની કંપનીને જ ખરીદવી પોસાય તેમ છે. ભારતમાં પ્રતિબંધિત થઈ ચુકેલી ચીનની ટિકટોક એપ્લીકેશનને લઈને અમેરિકી રાષ્ટ્રપ્રમુખે મહત્વની વાત કહી છે..તેઓએ કહ્યુ કે ટીકટોક જો અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચે તો તેને બંધ કરી દેવાશે.

અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચે તો તેને બંધ કરી દેવાશે

માઈક્રોસોફ્ટ તેને ખરીદે અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ ન લાગે તેવી સંભાવના

અગાઉ પણ ટ્રમ્પ અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવાની વાત કહી ચુક્યા છે..જે બાદ શુક્રવારે અહેવાલ આવ્યા કે દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાં એક એવી માઈક્રોસોફ્ટે ટિકટોકને ખરીદવાન વિચાર કર્યો છે. ટિકટોક પર સતત ચીન સરકારને યુઝર્સનાં ડેટા શેર કરવાનો આરોપ લાગ્યો છે. તેવામાં જો માઈક્રોસોફ્ટ તેને ખરીદે અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ ન લાગે તેવી સંભાવના છે.અને હવે ટ્રમ્પે કહ્યુ છે કે, ટિકટોક જો અમેરિકામાં 15 સપ્ટેમ્બર સુધી પોતાનો બિઝનેસ નહી વેચેતો  તેને યુએસમાં પણ બંધ કરી દેવાશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!