GSTV

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ટકોરા વચ્ચે અમેરિકામાં ચોથી લહેરનો ખતરો, બની શકે છે સૌથી ઘાતક

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

એક તરફ સમગ્ર દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી છે. ત્યારે હવે અમેરિકામાં ચોથી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. વિશ્વના અન્ય દેશો જ્યાં ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે નિષ્ણાંતોએ સંભવિત લહેરને અગાઉની તમામ લહેરની સરખામણીએ વધુ ઘાતક ગણાવી છે.

અમેરિકા

કોરોના વાયરસે અમેરિકામાં હાહાકાર મચાવતા અનેક લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર દરમ્યાન લાખો લોકો સંક્રમિત થયા છે. તેવા સંજોગોમાં હવે અમેરિકામાં કોરોના વાઈરસની ભયાવહ ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. નિષ્ણાંતોએ ખતરાનો સામનો કરવા બચાવના ઉપાયો કરવાની સલાહ આપી છે.

કોરોના

અમેરિકામાં જુલાઈના પહેલા સપ્તાહ અને ત્રીજા સપ્તાહ વચ્ચે સંક્રમિતોની સંખ્યા અઢી ગણી વધી ચૂકી છે. આ સ્થિતિ પહેલી આવી ચૂકેલી લહેરથી પણ વધુ ઘાતક જણાય છે. નિષ્ણાતો પહેલાની તુલનાએ વધારે બદતર સ્થિતિની આશંકા વ્યક્ત કરે છે. દેશમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોની સંખ્યા 50 ટકાની નજીક પહોંચી ગઈ છે. પરંતુ રાજ્યો વચ્ચે વેક્સિનેશનમાં અંતરથી સમસ્યા વધી શકે છે.

અમેરિકામાં અત્યાર સુધી વાઇરસની અસર લગભગ એકસમાન નથી રહી. કોરોના અમુક શહેરી વિસ્તારોથી ઉપનગરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં ફેલાયો. અમુક રાજ્યોમાં એ વિસ્તારોમાં નવા કેસનો દર વધ્યો છે જ્યાં મોટાભાગના વયસ્કોએ વેક્સિન નથી લીધી. બે રાજ્યોની સ્થિતિથી વેક્સિનેશનનું અંતર સ્પષ્ટ થાય છે.

વર્મોન્ટના 70 ટકાની તુલનાએ અલબામામાં ફક્ત 33.7 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જો કે રાજ્યવારના કેસો સંપૂર્ણ સ્થિતિ રજૂ નથી કરતા. મોટા પાયે ટેસ્ટિંગ થવા છતાં હજુ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ છૂટી રહ્યા છે. મહામારીના પહેલા દોરમાં ટેસ્ટિંગની જેવી સુવિધા હતી તે હવે નથી.

અમેરિકામાં અનેક રાજ્યોએ નવા કેસનો રિપોર્ટ આપવાનું ઓછું કરી દીધું છે. અમુક દિવસના અંતરે નવા કેસ જણાવાઇ રહ્યા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ચોથી લહેરને રોકવાની સૌથી સફળ રીત વેક્સિનેશન હશે. આ ઉપરાંત ટેસ્ટિંગમાં વધારો કરવાની સલાહ પણ તેમણે આપી છે. બીજી તરફ લોસ એન્જેસલ કાઉન્ટીએ જાહેર સ્થળો તેમજ વ્યવસાયિક સંસ્થાનોમાં ફરી માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. આમ કોરોનાની સંભવિત ચોથી લહેર પહેલા અમેરિકાનું તંત્ર સજ્જ બન્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!