GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

Last Updated on May 12, 2021 by pratik shah

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા બીએપીએસ (BAPS) સ્વામિ નારાયણ મંદિર સામે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને તપાસ આદરી છે. આ મંદિરના બાંધકામ વખતે 200 જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી કરીને લવાયા હોવાનો આક્ષેપ છે. એ માટેનો કેસ પણ ન્યૂજર્સીની ફેડરલ ડિસ્ટ્રીક કોર્ટમાં ફાઈલ કરાયો છે. અમેરિકી સમાચાર ચેનલ સીએનએને પોતાની સાઈટ પર લખ્યું હતું કે છ ભારતીયોએ મળીને જ મંદિરના સંચાલકો સામે કેસ કર્યો છે. આ મંદિરના બાંધકામ માટે ભારતથી કામદારો લવાયા હતા. એ કામદારોને ત્યાં વેતન અને કામની શરતો અંગે જે વચનો અપાયા હતા એ પૂરા કરાયા ન હતા.

BAPS મંદિરમાં એફબીઆઈ અધિકારીઓએ તપાસ કરી


અમેરિકામાં લેબર લો ઘણો કડક છે અને તેની શરતો બહાર કોઈ વ્યક્તિ પાસેથી કામ લઈ શકાતું નથી. મંદિરના સંચાલકોએ એ કાયદાનો ભંગ કર્યો છે, એવુ દાખલ થયેલા કેસમાં કહેવાયું છે. એફબીઆઈના અધિકારીઓ મોટી સંખ્યામાં મંદિરમાં ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી તપાસ કરી હતી. કામદારોને ધાર્મિક વિઝા હેઠળ અમેરિકા લવાયા હતા અને પછી તેમની પાસે મજૂરી કામ કરાવાયું હતું. જ્યારે કામદારો અમેરિકા પહોંચ્યા ત્યારે મંદિર સંચાલકોએ તેના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસેથી સખત કામ લેવાયું હતું એવો ફરિયાદીઓનો આક્ષેપ છે.


આ કામદારોને મંદિરના અમુક વિસ્તારની બહાર જવા દેવામાં આવતા ન હતા. તેમને મહિને 450 ડોલર મહેનતાણુ મળતું હતું, જેમાંથી 50 ડોલર ભારતમાં બેન્ક ખાતામાં જમા કરાવાતા હતા. ભારતમાં જમા થયેલી રકમ કામદારો ત્યાં સરળતાથી મેળવી શકતા ન હતા. ફરિયાદીઓના વકીલ ડેનિયલ વોર્નરે કહ્યું હતું કે મંદિરની દીવાલ પાછળ ભારે શોષણ થયું હતું. મંદિર સંચાલકોએ એ રીતે કામદારો સાથે છેતરપિંડી કરી અમેરિકાના લેબર લો (મજૂર કાયદા)નો ભંગ કર્યો હતો. મજૂરી અને પથ્થરના ઘડતરની કામગીરી માટે ભારતની ચોક્કસ જ્ઞાતિના જ કામદારો પસંદ કરાયા હતા.

અમેરિકાના લેબર લો (મજૂર કાયદા)નો ભંગ કર્યો


છ વ્યક્તિએ મળીને ફરિયાદ દાખલ કરી હતી. તેમના વકીલ પેટ્રીસિઆ કાકલેકના કહેવા પ્રમાણે 2018થી 2020 સુધી આ કામદારોને વગર રજાએ કામ કરાવાયું હતું. તેમને એવા સ્થળે રહેવા મજબૂર કરયા હતા, જ્યાં રહી ન શકાય. બીએપીએસની સીઈઓ કનુ પટેલનું નામ પણ ફરિયામાં છે. તેમણે કહ્યું હતું કે હું આ બધા આક્ષેપો નકારી કાઢુ છું. તો વળી બીએપીએસના સ્પોક્સપર્સન મેથ્યુ ફ્રેન્કલે એસોસિએટ પ્રેસને કહ્યું હતું કે અમે આ તમામ આરોપોને ગંભીર ગણી તેની તપાસ કરીશું.


આ અહેવાલ પછી અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સને બીએપીએસના પ્રતિનિધિએ કહ્યું હતુ કે આ આક્ષેપો સાવ ખોટા છે. જ્યારે સત્ય બહાર આવશે ત્યારે અમે સાચા સાબિત થઈશું. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના રિપોર્ટમાં લખ્યું હતું કે કામદારોને 1 ડોલરમાં 1 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. એ રીતે તેમની પાસે 13 કલાક કામ કરાવાતુ હતું. એટસે હવે અમેરિકામાં આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૃ થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!