GSTV

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

Last Updated on July 27, 2021 by pratik shah

કોરોનાનો સામનો કરી રહેલું અમેરિકા હવે સુપરબગ ફંગસ સામે લડી રહ્યુ છે. સુપરબગ ફંગસ પર કોઈ દવા પણ કામ કરતી નથી. જેથી અનેક લોકો સુપરબગ ફંગસનો શિકાર બની રહ્યા છે. અમેરિકાના બે શહેર અત્યારે ફંગસનો સામનો કરી રહ્યા છે. સુપરબગ ફંગસનો શિકાર બનેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે, આ બીમારીથી પીડાતા દર્દીનો ઈલાજ લાંબા સમય સુધી ચાલી શકે છે.

સુપરબગ ફંગસ પર કોઈ દવા કામ કરતી નથી

તબીબ એ વાતથી પરેશાન છે કે, સુપરબગ ફંગસ પર કોઈ દવા કામ કરતી નથી. મળતી માહિતી પ્રમાણે વોશિંગટન ડીસીમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 101 સુપરબગ ફંગસના કેસ સામે આવ્યા હતા.  ટેક્સાસમાં 22 કેસ સામે આવ્યા. 123 કેસમાંથી 30 ટકા લોકોના સુપરબગ ફંગસથી મોત થયા છે.

સુપરબગ ફંગસનો પ્રથમ કેસ 2009માં જાપાનમાં નોંધાયો

સુપરબગ ફંગસનો પ્રથમ કેસ 2009માં જાપાનમાં નોંધાયો હતો. બાદમાં સુપરબગ ફંગસના કેસ પાકિસ્તાન, ભારત, દક્ષિણ આફ્રિકા, વેનેઝુએલામાં પણ સામે આવ્યા હતા. સુપરબગ ફંગસના કારણે નસ, ઘાવ અને કાનની આસપાસ ઈન્ફેક્શન લાગે છે.  ગંભીર લક્ષણમાં દર્દીને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.  જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તે સુપરબગ ફંગસનો શિકાર બને છે.  બ્રાઝિલમાં થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાં સુપરબગ ફંગસના લક્ષણ જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ સુપરબગ ફંગસને વૈશ્વિક ખતરો ગણાવ્યો છે. દુનિયાના વિજ્ઞાનિકોનું કહેવું છેકે, સુપરબગ ફંગસ આગામી સમયમાં કોઈ ગંભીર રોગનું સ્વરૂપ લઈ શકે છે. તેથી તેની સારવાર માટેની શોધ શરૂ થવી જોઈએ.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!