GSTV
News World ટોપ સ્ટોરી

ચીનની આક્રમકતા સામે USAમાં વધ્યું ભારત તરફી સમર્થન, બંને અમેરિકન પાર્ટીઓ આપણી સાથે

ચીને લદાખ સરહદે આક્રમકતા બતાવી તે મુદ્દે USA માં ભારતનું સમર્થન વધવા લાગ્યું છે. બંને પક્ષના સાંસદોએ ભારતના સમર્થનમાં નિવેદનો આપીને સરકારને સૂચન કર્યું હતું કે આ મુદ્દે ભારતનું સમર્થન કરવું જોઈએ.

ભારત ચીન તણાવ માટે ચીની સેના જવાબદાર: USA સાંસદો

ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે તંગદિલી સર્જાઈ તે મુદ્દે USAના સાંસદો યોગ્ય રીતે જ ચીનને જવાબદાર ઠેરવે  છે. ચીની સૈન્યની આક્રમકતા આ તંગદિલી માટે જવાબદાર છે એવું અમેરિકાના સાંસદો માને છે.

બંને અમેરિકન પાર્ટીઓની ટ્રમ્પ સરકારને ભારતને સમર્થન આપવા સલાહ

રિપબ્લિકન અને ડેમોક્રેટિક – એમ બંને પક્ષના સાંસદો અને નેતાઓ એવું સ્પષ્ટ માને છે કે ચીન-ભારતના મુદ્દે ટ્રમ્પ સરકારે ભારતનું સમર્થન કરવું જોઈએ. છેલ્લાં થોડા સમયથી પ્રતિનિધિ સભા અને સેનેટ એમ બંનેના નેતાઓએ ભારતના સ્પષ્ટ વલણની પ્રશંસા કરીને ચીનના અક્કડ વલણની ટીકા કરી હતી.

ચીન સામે ભારતની કડકાઇના અમેરિકન નેતાઓએ કર્યા વખાણ

ભારતે જે સખ્તાઈથી ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો અને જે આક્રમકતાથી જવાબ આપ્યો તેના વખાણ કરીને અમેરિકન નેતાઓએ કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે ત્યારે અમેરિકાએ રાજદ્વારી રીતે પણ આ મુદ્દે ભારતની પડખે રહેવું જોઈએ.

MUST READ:

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV