GSTV

અમરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે આજે જો બાઇડેનની તાજપોશી: 25 હજારથી વધુ સૈનિકો તૈનાત, વોશિંગટન ડીસી કિલ્લામાં ફેરવાયું

Last Updated on January 20, 2021 by Pritesh Mehta

અમેરિકામાં બુધવારે નવી સરકારની રચના થવા જઈ રહી છે. જો બાઇડેન આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સાથે જ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતીય સમય મુજબ 10.30 વાગે બાઇડેન અને કમલા હેરિસ શપથ ગ્રહણ કરશે. શપથવિધિ સમારંભને લઈને વોશિંગટન ડીસીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પહેલી વાર 25 હજારથી વધુ અમેરિકી સૈનિકો તૈનાત કરવામાં આવશે.

ટ્રમ્પ સમર્થકોએ વધાર્યો તણાવ

6 જાન્યુઆરીએ સર્જાયેલ ઘટનાક્રમને લઈને અમેરિકન લોકશાહીનો ઇતિહાસ ખરડાયો અને વિશ્વસત્તા કલંકિત થઇ હતી.આ ઘટનાને લઈને રિપબ્લિકનને સેજ પણ શરમ નથી, ઉલટા ટ્રમ્પ સમર્થક બાઇડેનની શપથવિધિ પહેલા અમેરિકામાં ઠેરઠેર ધમાલ કરવાની ફિરાકમાં છે, આ વાત અમેરિકાની સૌથીમોટી સુરક્ષા એજન્સી એફબીઆઈ કહી રહી છે. ત્યારે વોશિંગટન ડીસીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

બાઇડેન

બદલવામાં આવ્યું કાર્યક્રમનું માળખું

ટ્રમ્પ સમર્થકોના હંગામાની સંભાવનાઓને લઈને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને શપથ ગ્રહણ સમારોહનું સમગ્ર માળખું બદલી દેવામાં આવ્યું છે. જો બાઇડેન અને કમલા હેરિસના શપથગ્રહણ સમારંભ પર જ કાતર મુકાઈ છે. બાઇડેન ટીમ દ્વારા અમેરિકનોને રાજધાની ન આપવા સલાહ આપવામાં આવી છે.

લોકોને ઘરે રહી કાર્યક્રમ જોવા અપીલ

કોરોના સંક્રમણને જોતા લોકોને ઘરે બેસીને જ ટીવી પર શપથ ગ્રહણ સમારંભ જોવાની અપીલ કરવામાં આવી છે. એટલું જ નહિ. શપથગ્રહણ મારે પરેડ રોડ સાથે બનાવવામાં આવેલ વ્યૂઇંગ સ્ટેન્ડની ઊંચાઈ પણ ઘટાડી દેવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ જો બાઇડેન અને કમલા હેરિસ કેપિટલ હિલ ખાતે શપથ લેશે.

20 જાન્યુઆરીએ જ યોજાય છે શપથવિધિ

અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આજે જો બાઈડન 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ગમે ત્યારે યોજાય છે. પરંતુ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણનો કાર્યક્રમ હંમેશાં 20 જાન્યુઆરીએ જ યોજાય છે. ત્યારે આ વખતેનો શપથ ગ્રહણ સમારોહ કંઇક છે. કેમ કે, ઇનોગ્રેશન ડે પર સામાન્ય રીતે લાખો લોકો એકત્ર થતા હોય છે. પરંતુ કોરોનાને કારણે આ વખતનો સમારોહ પહેલાની જેમ ભવ્ય નહીં હોય કે ન તો અગાઉની જેમ મોટી ભીડ એકત્ર થશે. આ વખતે અંદાજે 1 હજાર જેટલા લોકો જ સેરેમનીમા સામેલ થશે. તો બીજી તરફ જો બાઇડને તેમની નવી ટીમની પસંદગી કરી લીધી છે. જો કે અમેરિકાના મહત્વના હોદ્દાઓ માટે બાઇડનની ટીમમાં એ જ ચહેરાઓ છે કે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ કામ કરી ચૂક્યા છે. આથી જ રાજકીય નિષ્ણાંતો બાઇડનના પ્રથમ કાર્યકાળને અપ્રત્યક્ષ રીતે બરાક ઓબામાનો ત્રીજો કાર્યકાળ પણ ગણાવી રહ્યા છે.

શપથ બાદ કરશે સંબોધન

બિડેન પોતાના પરિવારની 127 વર્ષ જુની બાઈબલ સાથે શપથ લેશે. આ દરમિયાન તેમની પત્નિ જિલ બિડેન પોતાના હાથમાં બાઈબલ રાખશે. અમેરીકાના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા બિડેન શપથ ગ્રહણ સમારોહના તરત બાદ રાષ્ટ્રપતિ તરીકે દેશના નામ પોતાનું સંબોધન કરશે.

કમલા હેરિસ રચશે ઇતિહાસ

જ્યારે હેરિસ પહેલા મહિલા, પહેલી અશ્વેત અને પહેલી સાઉથ એશિયન અમેરીકન ઉપરાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચશે. તેને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન સભ્ય જસ્ટીસ સોનિયા સોટોમેયર પદની શપથ લેવડાવશે. સોટોમેયરે જ બિડેનને વર્ષ 2013માં ઉપરાષ્ટ્રપતિ પદની શપથ અપાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!