GSTV

અમેરિકામાં H1B વિઝા પર રહેતાં બે લાખ જેટલાં ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે

H-1B

Last Updated on April 29, 2020 by Mansi Patel

અમેરિકામાં એચ વન બી વિઝા પર રહેતા બે લાખ જેટલા ભારતીયોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. અમેરિકા આ વિઝા સ્પેશ્યલાઈઝડ સ્કિલ ધરાવતા અન્ય દેશના લોકોને આપે છે. જે અમેરિકામાં રહીને કામ કરી શકે છે. હાલમાં લાખો ભારતીયો આ વિઝા પર હાલમાં અમેરિકામાં રહે છે.

જોકે કોરોનાના કારણે જ્યારે કરોડો અમેરિકનો નોકરી ગુમાવી ચુક્યા છે ત્યારે આ વિઝા પર નોકરી કરતા ભારતીયોની હાલત પણ સારી નથી.તેમાંના ઘણાને વગર સેલેરીએ રજા પર મોકલી દેવાયા છે. ઘણા તો માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ રજા પર ઉતારી દેવાયા છે.જો આ સ્થિતિ ચાલુ રહી તો જુન મહિના સુધીમાં હજારો  ભારતીયો અમેરિકામાં રહેવાની પાત્રતા ગુમાવી દેશે. બીજી તરફ લોકડાઉન ચાલુ રહ્યુ તો તેઓ ભારત પણ પાછા નહી ફરી શકે.

એચ વન બી વિઝાના નિયમ પ્રમાણે આ વિઝા ધરાવનાર વ્યક્તિની અમેરિકામાં નોકરી છુટી જાય અથવા બેકાર થઈ જાય તો તે સ્થિતિમાં મહત્તમ 60 દિવસ સુધી જ અમેરિકામાં રહી શકે છે.એ પછી તેને અમેરિકામાં નોકરી વગર રહેવા ભારે ભરખમ રકમ ચુકવવી પડી શકે છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!