GSTV

યુએસમાં facbook પર અફવા ફેલાતા આ શહેરમાં થઈ લૂંટ ફાટ અને હિંસા, 100 શખ્સોની અમેરીકન પોલીસે કરી ધરપકડ

અમેરિકાનાં એક શહેરમાં ફેસબુકમાં અફવા ફેલાયા પછી સ્થાનિક પોલીસ અને નાગરિકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. પોલીસના ફાયરિંગમાં એક 15 વર્ષના કિશોરનું મોત થયું છે એવી અફવા શિકાગો શહેરમાં ફેલાઈ હતી. ત્યાર પછી  શહેરમાં અલગ અલગ સ્થળોએ હિંસા થઈ હતી.હિંસા અને લૂંટના આરોપ હેઠળ 100 કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 13 પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. શિકાગોના ઈંગલવૂડ વિસ્તારમાં પોલીસ અને નાગરિકો વચ્ચે ઝપાઝપી થઈ તેનો વીડિયો ફેસબુકમાં મૂકાયો હતો.

ફેસબૂકમાં એ વીડિયો શેર થયા પછી લોકોએ સિટી સેન્ટરમાં એકઠાં થવાનું ઓનલાઈન નક્કી કર્યું

ફેસબૂકમાં એ વીડિયો શેર થયા પછી લોકોએ સિટી સેન્ટરમાં એકઠાં થવાનું ઓનલાઈન નક્કી કર્યું હતું અને એ પછી સિૃથતિ વધુ વણસી ગઈ હતી. પોલીસે ટોળાને કાબુમાં રાખવા માટે ગોળીબાર કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં એક 15 વર્ષના કિશોરનું મોત થયા થયું હતુ એવી અફવાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું હતું. એ પછી લોકો વિફર્યા હતા.

ફાયરિંગમાં 15 વર્ષના કિશોરનું મોત થયાની અફવા ફેલાઈ

લોકોએ હિંસક દેખાવો કર્યા હતા અને પોલીસને નિશાન બનાવી હતી. લોકોએ આચરેલી હિંસામાં 13 કરતાં વધુ પોલીસ જવાનોને ઈજા થયાનું કહેવાયું હતું. લોકોએ સ્ટોરને નિશાન બનાવીને લૂંટફાટ કરી હતી. શો-રૂમ અને મોલના કાચ તોડી નાખવામાં આવ્યાં હતા. લૂંટના સામાન કારમાં લાદીને લોકો ભાગી ગયા હતા.

બીજી તરફ પોલીસે પણ નાગરિકો સામે આક્રમક પગલાં ભરીને હિંસા અને લૂંટના આરોપ હેઠળ 100 કરતાં વધુની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે 20 વર્ષના યુવાનને ઈજા થઈ છે, પરંતુ તે ખતરાથી બહાર છે. પોલીસના 13 જવાનોને ઈજા પહોંચી છે.શિકાગોના મેયરે કહ્યું હતું કે ફેસબુકમાં અફવા ફેલાઈ તેના કારણે શહેરમાં વાતાવરણ તંગ બન્યું છે. અફવાથી સાવધાન રહેવાની સલાહ મેયરે આપી હતી.

READ ALSO

Related posts

BIG NEWS/ ઠાણેના ભિવંડીમાં 3 માળની ઈમારત પત્તાની જેમ તૂટી પડી, 8ના મોત અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

pratik shah

સારા સમાચાર/ કોરોના સંકટ વચ્ચે દેશમાં સતત બીજા દિવસે 94 હજાર દર્દી કોરોનામુક્ત, છેલ્લા 24 કલાકમાં 12 લાખથી વધુ ટેસ્ટ

pratik shah

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!