GSTV

67 વર્ષમાં પહેલીવાર મોતની સજા: પહેલાં પ્રેગ્નેન્ટ મહિલાનું ગળું દબાવીને કરી હત્યા, પછી ગર્ભાશય કાપીને ચોર્યુ બાળક; વાંચો રૂંવાડા ઉભા કરી દે એવી મિસ્ટ્રી

અમેરિકામાં (America) લગભગ 67 વર્ષમાં પહેલીવાર, કોર્ટે કોઈ મહિલા કેદીને ફાંસીની સજા પર અંતિમ સ્ટે મુક્યો છે, જેને 12 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવવાની હતી. કોર્ટે કહ્યું કે મહિલાની માનસિક સ્થિતિ નક્કી કરવાની જરૂર છે. મહિલાએ ખૂબ ક્રૂર અથવા ઘોર ગુનો કર્યો હતો અને આ પછી કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી.

સ્ત્રી ઉપર શું છે આરોપ

અમેરિકાના કેન્સાસ (Kansas)ની રહેવાસી લિસા મોન્ટગોમરી (Lisa Montgomery)એ એક પ્રેગ્નેન્ટ મહિલા ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણે પીડિતાના ગર્ભાશયને છરી વડે કાપ્યુ અને અજન્મેલાં બાળકને લઈને ભાગી ગઈ.

16 વર્ષ જૂની છે ઘટના

લિસા મોન્ટગોમરી (Lisa Montgomery) 16 ડિસેમ્બર, 2004 ના રોજ, કેન્સાસમાં તેના ફાર્મહાઉસથી 270 કિલોમીટર દૂર, મિસૌરીના સ્કિડમોર ટાઉન પહોંચી. ત્યારબાદ, કૂતરો પાળતી  23 વર્ષીય બોબી જો સ્ટિનેટ (Bobbie Jo Stinnett) સાથે મુલાકાત કરી અને કહ્યું કે તે ગલુડિયું ખરીદવા માંગે છે.

દોરડાથી ગળું દબાવીને કરી હત્યા

આ પછી આરોપી લિસા મોન્ટગોમરી (Lisa Montgomery) એ બોબી જો સ્ટિનેટનું (Bobbie Jo Stinnett) દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, છરી વડે સ્ટિન્ટેટનું પેટ કાપીને, અજન્મેલાં બાળકને બહાર કાઢી ફરાર થઈ ગઈ.

બીજા જ દિવસે પોલીસે ધરપકડ કરી

મીડિયા રિપોર્ટ મુજબ, ઘટનાના બીજા જ દિવસે પોલીસે લિસા મોન્ટગોમરી (Lisa Montgomery) ની ધરપકડ કરી હતી અને ગર્ભાશયમાંથી કાઢેલી બાળકીને બચાવી લીધી હતી. પકડાયા પછી લાંબી સુનાવણી ચાલી અને અદાલતે 2007 માં તેને મૃત્યુની સજા સંભળાવી હતી, જેમાં મહિલાના ગુનાને જઘન્ય ગણાવ્યો હતો.

યુવતીની ઉંમર 16 વર્ષ છે

લિસા મોન્ટગોમરી (Lisa Montgomery) એ ગર્ભાશયમાંથી ચોરી કરેલી આ બાળકીનું નામ વિક્ટોરિયા છે અને હવે તે 16 વર્ષની છે.

67 વર્ષ પહેલાં આપવામાં આવી હતી મોતની સજા

આ પહેલાં અમેરિકામાં છેલ્લીવાર 67 વર્ષ પહેલાં વર્ષ 1953માં કોઈ મહિલા કેદીને મોતની સજા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

Pravin Makwana

વિશ્વની સૌથી સુંદર યુવતીને પણ ઈન્ટરનેટ પર કરાય છે ટ્રોલ, પીડા વ્યક્ત કરતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી

Ali Asgar Devjani

આનંદો/ ટ્રેનમાં આ મહિનાથી મળી રહેશે ચા-નાસ્તો અને જમવાનું: રેલવેએ સેવાઓ શરૂ કરવા માટે લીધા મોટા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!