GSTV

અમેરિકા સાથે ડિફેન્સ ડીલ પાક્કી, ટ્રેડ ડીલ માટે મોદી સરકારે પ્રથમ સ્ટેજ પાર કર્યું

હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષિય બેઠક પૂર્ણ થયા બાદ બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા બંનેએ સંરક્ષણ, ઉર્જા, શિક્ષણ, ટેકનોલોજી સહિતના અનેક મુદ્દે ભાગીદારી વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ આકાર લઇ રહી છે.

અમેરિકા અને ભારતના સંબંધો નવા મુકામે પહોંચ્યા

ભારત પ્રવાસના બીજા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદ હાઉસમાં ચર્ચા બાદના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો નવા મુકામે પહોંચ્યા છે. સંબંધો સુધારવામાં ટ્રમ્પે મહત્વનું યોગદાન આપ્યું છે. આજે અમે અમેરિકા-ભારતની ભાગીદારીના દરેક મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સંબંધોમાં મજબૂતી આપણી પાર્ટનરશીપનું એક મહત્વનું પાસુ છે.

3 અબજ ડોલરથી વધુની ખરીદી માટે ભારત સાથે કરાર

બંને દેશ આતંકવાદ સામે લડવા માટે સહમત છે. અમે આજે ભારત સાથે અપાચે અને એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર સહિત વિશ્વના શ્રેષ્ઠ-અદ્યતન યુ.એસ. સૈન્ય ઉપકરણોની 3 અબજ ડોલરથી વધુની ખરીદી માટે ભારત સાથેના કરારની સાથે પોતાના રક્ષા સહયોગને વધાર્યો છે. આ આપણી સંયુક્ત રક્ષા ક્ષમતામાં વધારો કરશે. ‘

પીએમ મોદીએ શું કહ્યું

 • ભારત -અમેરિકાના સંબંધોને નવા શિખરે લઈ જવામાં ટ્રમ્પની મહત્વની ભૂમિકા
 • અમેરિકાના સહયોગથી ભારતનું સંરક્ષણ ક્ષેત્ર મજબૂત થયું
 • ભારત અને અમેરિકન સેના વચ્ચે સૈન્યાભ્યાસ સૌથી વધુ થયા
 • આતંકના સમર્થકોને જવાબદાર ઠેરવવા વધુ પ્રયાસનો નિર્ણય
 • ડ્રગ્સ અને નાર્કો ટેરરીઝમને રોકવા બંને દેશો સાથે કામ કરશે
 • બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ વધુ મજબૂત બની
 • ભારત અને અમેરિકા આર્થિક ક્ષેત્ર મુકત વેપાર માટે પ્રતિબદ્ધ
 • બંને દેશો વચ્ચેના વેપારમાં ડબલ ડિજિટમાં થયો વિકાસ
 • બંને દેશો વચ્ચે ટ્રેડને લઈને કોમર્સ પ્રધાનો વચ્ચેની વાતચીત હકારાત્મક
 • બંને દેશો વચ્ચે મોટી ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ કરાશે
 • ભારત-અમેરિકા વચ્ચે સ્પેશિયલ રીલેશનશીપમાં પીપલ ટુ પીપલની મહત્વની ભૂમિકા
 • અમેરિકાના વિકાસમાં અને લોકશાહીના મૂલ્યોને સમૃદ્ધ કરવામાં ભારતીયોનો સહયોગ
 • બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાત મહત્વની

ટ્રમ્પે શું કહ્યું

 • ભારત સાથે ત્રણ બિલિયન ડોલરની સંરક્ષણ સમજૂતી
 • ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ કરારથી બંને દેશોનો સંબંધ વધુ ગાઢ
 • ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ મહત્વપૂર્ણ સમજૂતી
 • નેચરલ ગેસને લઈને પણ બંને દેશ વચ્ચે મહત્વની સમજૂતી
 • મેન્ટલ હેલ્થ અને મેડિકલ પ્રોડક્ટને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી
 • ફાઈવ જી સેવા માટે ભારતને મદદ કરશે અમેરિકા
 • પાકિસ્તાન આતંક પર લગામ લગાવે
 • આતંકવાદ સામે મજબૂતીથી લડીશું
 • કટ્ટર ઈસ્લામિક આતંકવાદથી નાગરિકોને બચાવવા બંને દેશ પ્રતિબદ્ધ
 • આ સ્પેશિયલ અને યાદગાર મુલાકાત રહી
 • ભારતના આતિથ્ય અને સત્કારથી હું અને મેલેનિયા અભિભૂત

મેલેનિયા અને હું ભારતના સ્વાગતથી અભિભૂત થયા: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ભારત, આવવાનાં આમંત્રણ માટે વડા પ્રધાન મોદીનો આભાર માને છે, મેલેનિયા અને હું ભારતના સ્વાગતથી અભિભૂત થયા છીએ. મેં અને મેલાનીયાએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તાજમહેલ પણ જોયો હતો. ટ્રમ્પે કહ્યું કે મારી મુલાકાત ઘણી અદભૂત હતી અને બંને દેશો સંરક્ષણ સોદા કરવા માટે સંમત થયા છે.

મોટા વેપારી સોદા પર વાતચીત માટે સહમત

પીએમ મોદીએ કહ્યું કે અમારા વાણિજ્ય મંત્રીઓએ વેપાર પર સકારાત્મક વાતચીત કરી છે. અમે બંનેએ નિર્ણય લીધો છે કે અમારી ટીમોએ આ વેપાર વાર્તાને કાનૂની રૂપ આપવુ જોઇએ. અમે એક મોટા વેપાર સોદા પર વાતચીત કરવા માટે સહમત થયા છીએ.

Read Also

Related posts

પીએમ કિસાન યોજના/ જો આ બે શરતો પૂરી કરી લેશો તો ફટાફટ જમા થઇ જશે 2000 રૂપિયાનો સાતમો હપ્તો, જાણી લો

Bansari

ચક્રવાત નિવારના કારણે લોકોની કિસ્મત બદલાઈ ગઈ, દરિયા કિનારેથી મળ્યા સોનાના ટુકડા

Karan

અમેરિકાની કમાન સંભાળવા જઈ રહેલા જો બાઈડનની આવી છે નવી ટીમ, વિદેશ મંત્રી તરીકે એન્ટની બ્લિન્કેન

Karan
Do NOT follow this link or you will be banned from the site!