GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કોરોનાનો કાળ: અમેરિકાનાં ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 630નાં મોત

કોરોના વાયરસ સમગ્ર વિશ્વના ૧૯૦થી (corona) વધુ દેશોમાં ફેલાઈ ગયો છે ત્યારે રવિવારે વિશ્વમાં કોરોનાથી ૬૭,૮૫૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ કેસની સંખ્યા ૧૨,૪૪,૦૦૦ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ ૧૫,૮૮૭નાં મોત ઈટાલીમાં થયા છે. ત્યાર બાદ સ્પેનમાં ૧૨,૪૧૮ અને અમેરિકામાં ૯,૧૫૪ (corona)લોકોનાં મોત થયા છે. જોકે, ઈટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં મોતની સંખ્યા અને નવા કેસોની સંખ્યામાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. ઈટાલીમાં રવિવારે ૪,૩૧૬ નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં ૭,૫૬૦ અને બ્રિટનમાં ૪,૯૩૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ઈટાલીની જેમ સ્પેનમાં પણ સતત ત્રીજા દિવસે મોતની સંખ્યા ઘટી છે. રવિવારે સ્પેનમાં ૬૭૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કોરોના વાયરસ સમગ્ર વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં ફેલાયો

અમેરિકામાં કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્ક રાજ્યમાં દૈનિક કોવિડ-૧૯થી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ન્યૂયોર્કમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૬૩૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેમ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જણાવ્યું હતું. ન્યૂયોર્ક રાજ્યમાં બીજી અને ૩જી એપ્રિલ વચ્ચે એક જ દિવસમાં ૫૬૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કોરોના વાઈરસનું એપી સેન્ટર ન્યૂયોર્ક રાજ્યમાં દૈનિક કોવિડ-૧૯થી મોતનાં આંકડામાં સતત વધારો

ત્યારે કોરોનાનો કોળ એટલે વકર્યો છે કે અહીં દર અઢી મિનિટમાં વાઈરલ ઈન્ફેક્શનથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦નાં મોત સાથે ન્યૂયોર્કમાં કુલ મૃત્યુઆંક ૩,૬૫૬ થયો છે તેમ કુઓમોએ જણાવ્યું હતું. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાના કુલ ૧,૧૩,૭૦૪ કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક પછી અમેરિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત બીજું રાજ્ય ન્યૂજર્સી છે, જ્યાં કોવિડ-૧૯ના ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!