GSTV

ફફડાટ/ આગામી ચારથી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા હશે કેસ, આ દેશમાં જાહેર થઈ ચેતવણી

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

અમેરિકામાં રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી) નાં પૂર્વ નિયામક ડો. ટોમ ફ્રિડેને કહ્યું છે કે અમેરિકામાં કોવિડ-19નાં કેસ આગામી ચાર થી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા વધી શકે છે. સીએનએનનાં રિપોર્ટ મુજબ, તેમણે આની પાછળ કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટનાં ફેલાવા અને રસીકરણની ગતિ ધીમી હોવાનું જણાવ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, અમેરિકામાં એક દિવસમાં બે લાખથી વધુ કેસ છેલ્લી વખત જાન્યુઆરીમાં નોંધાયા હતા.

કેસ

ડો.ફ્રીડેને કહ્યું, ‘આપણે મુશ્કેલ સમય તરફ આગળ વધી રહ્યા છીએ. એવી સંભાવના છે કે અમેરિકાની સ્થિતિ પણ યુનાઇટેડ કિંગડમ (યુકે) જેવી જ થઇ શકે છે, જો આવું થશે તો આગામી સમયમાં અહીં એક જ દિવસમાં બે લાખ જેટલા કેસ જોવા મળી શકે છે.

કોરોના

જો કે, તેમણે કહ્યું કે અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુ દર વધવાની સંભાવના નથી કારણ કે મોટી સંખ્યામાં સંવેદનશીલ લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ તેમણે કહ્યું કે, મૃત્યુમાં ધીમી અને સ્થિર વૃદ્ધિ થશે અને તેને રોકવું શક્ય બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં 25 થી 30 ટકા વસ્તી રસી લગાવવા જ નથી માંગતી, અને આ લોકોનાં કારણે સંક્રમણ ફેલાશે. જે ચિંતાનું કારણ બન્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!