GSTV

જીવલેણ કોરોના: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર પોઝિટીવ કેસો નોંધાયા, પરિસ્થિતિ વધુ વિકટ

Last Updated on June 22, 2020 by pratik shah

સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વાયરસની સૌથી ઘાતક અસર અમેરિકામાં સર્જાઈ છે. ત્યારે આ મામલે જોન્સ હોપકિન્સ દ્વારા એક ડેટા જાહેર કરાયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, અમેરિકામાં કોરોનાવાયરસના 30,000 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા 1 મેથી એક જ દિવસમાં નોંધાયેલા દૈનિક ચેપની સૌથી મોટી સંખ્યા છે.દેશભરમાં પહેલાં કરતાં કોરોનાનાં નવા કેસો ઝડપથી વધી રહ્યાં છે.

દેશભરમાં પહેલાં કરતાં કોરોનાનાં નવા કેસો ઝડપથી

ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમનાં રાજ્યોમાં કેસ પહેલામાં પ્રમાણમાં ખુબ ઝડપથી વધી રહ્યા છે, અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોરોના બાર અને પાર્ટીઓમાં ભીડ વધારતા યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.શુક્રવારે અમેરિકાનાં એરિઝોના, ફ્લોરિડા, કેલિફોર્નિયા, નેવાડા અને દક્ષિણ કેરોલિના રાજ્યમાં કોવિડ -19 ચેપના કેસોમાં એક જ દિવસમાં વિક્રમી વૃદ્ધિ નોંધાઈ છે. શનિવારે ફ્લોરિડામાં 4,049 નવા કેસ નોંધાયા છે. ફ્લોરિડામાં 4,049 નવા કેસ નોંધાયા છે, આ સતત ત્રીજો દિવસ છે જ્યારે કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ તોડ્યો છે.

અમેરિકામાં કોરોનાવાયરસના 30,000 નવા કેસ નોંધાયા

રાજ્યોમાં લાંબા ગાળાના લોકડાઉન અર્થવ્યવસ્થાઓ ખૂલ્યા બાદ લોકો સામાન્ય પ્રવૃત્તિ તરફ પરત ફરી રહ્યા છે. જો કે, આને કારણે અમેરિકામાં કોરોના વાયરસનો ચેપ વધ્યો છે. એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સુચનાઓનું પાલન કરી રહ્યાં નથી. કેટલાક લોકો માસ્ક પણ લગાવતા નથી જેના કારણે કોરોના વાયરસનાં ચેપનો ફેલાવો ફરીથી શરૂ થયો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલીમાં થયો વધારો

અમેરિકામાં મે અને જૂનના પ્રારંભમાં કોરોના વાયરસના ચેપમાં ઘટાડો થયો હતો, પરંતુ બજાર વગેરે ખુલવાના કારણે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રનું અનુમાન છે કે 11 જુલાઇ સુધીમાં અમેરિકામાં 1 લાખ 29 હજારથી 1 લાખ 45 હજાર સુધી કોરોના વાયરસના ચેપને કારણે સંક્રમણનાં પગલે મૃત્યુ થઈ શકે છે.

READ ALSO

Related posts

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah

હકીકત કે અફવાઓ: 70 વર્ષ બાદ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન બંધ થઈ જશે, રસી લીધી નહીં હોય તેના ઘરની વિજળી કાપી નાખવામાં આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!