GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પરમાણુ હથિયારોની સંખ્યા નહીં જ ઘટે જ્યાં સુધી અમેરિકા….ચીનની ખુલ્લી ધમકી

ચીન

ચીન અને અમેરિકાની વચ્ચે તકરાર વધી રહી છે. એવા અહેવાલો છે કે પહેલી વખત અમેરિકા પરમાણુ હિથયારોમાં વધારો કરવા લાગ્યું છે. 2018માં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યોજનાને મંજૂરી આપી દીધી હતી. જે બાદ જ પરમાણુ હથિયારોની સંખ્યા વધારવાની તૈયારી અમેરિકાએ કરી લીધી હતી.

યોજના મૂજબ સાઉથ કૈરોલિનામાં 50 વિશેષ ખાડા અને 30 ન્યૂ મેક્સિકોમાં ખાડા ખોદવામાં આવશે. જેમાં પ્લૂટોનિયમના ફુટબોલ જેવા ગોલા બનાવવામાં આવશે. જે પરમાણુ હિથયારોને ટ્રિગર કરે છે, જ્યારે હવે ચીને પણ કહ્યું છે કે તે હિથયારોના કન્ટ્રોલ મુદ્દે અમેરિકાની સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી.

ચીને વિશ્વને સત્ય કહ્યું જ નથી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું હતું કે અમેરિકા પરમાણુ હથિયારો મુદ્દે વાતચીત કરવા માટે ક્યારેય ગંભીર હતું જ નહીં. ચીન પાસે બહુ ઓછા પરમાણુ હથિયારો છે, આવી સ્થિતિમાં અમારી સાથે હથિયારોને કન્ટ્રોલ કરવા મુદ્દે વાતચીત કરવી તે યોગ્ય છે જ નહીં. ચીને હજુસુધી પોતાની પાસે કેટલા પરમાણુ હથિયારો છે તે મુદ્દે વિશ્વને સત્ય કહ્યું જ નથી.

જોકે એક અનુમાન અનુસાર ચીન પાસે 350થી વધુ પરમાણુ હિથયારો છે અને તેણે હાલમાં જ 50થી વધુ પરમાણુ હિથયારો બનાવી લીધા હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારૂ સ્ટેન્ડ બહુ જ સ્પષ્ટ છે અને તે બાબતે અમેરિકા પણ જાણે છે. અમેરિકા અને રશિયા બાદ ચીન વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હિથયારો ધરાવતો દેશ છે.

અમેરિકાને ચીનની ચીમકી

અમેરિકા પરમાણુ હથિયારો વધારી રહ્યું હોવાના રિપોર્ટ સામે આવતા જ ચીને પણ હવે ચીમકી આપી છે અને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પરમાણુ હથિયારોની સંખ્યામાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી પરમાણુ હથિયારો ઘટાડવાની ડીલમાં ચીન સામેલ નહીં થાય. હાલ રશિયા અને અમેરિકા બન્ને પાસે મળીને આશરે પાંચ હજાર જેટલા હથિયારો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચીનને કહી ચુક્યા છે કે તે પરમાણુ હથિયારોના કન્ટ્રોલ માટેની સમજૂતીમાં સામેલ થાય. જોકે દરેક વખતે ચીને આ જ પ્રકારનો જવાબ આપ્યો છે કે પહેલા અમેરિકા પરમાણુ હથિયારો ઘટાડે પછી જ આગળ વાતચીત થશે. તેથી ચીને પણ હવે પરમાણુ હિથયારો મુદ્દે તૈયારી કરી લીધી હોવાના અહેવાલો છે.

Read Also

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!