GSTV
Home » News » ઇરાન સાથેના તણાવમાં ભડક્યું અમેરિકા, સાઉદીના બે તેલ ટેન્કર ઉડાવ્યા

ઇરાન સાથેના તણાવમાં ભડક્યું અમેરિકા, સાઉદીના બે તેલ ટેન્કર ઉડાવ્યા

oil tankers Saudi Arabia

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવમાં સાઉદી અરેબિયાને મોટું નુકસાન થયું છે. એવું જણાવાય છે કે સંયુક્ત આરબ અમીરાતના અપતટીય વિસ્તાર ફુજૈરામાં સાઉદી અરેબીયાના બે તેલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે અમીરાત તરફથી આ મામલે કોઇ ચોખવટ કરાઇ નથી કે હુમલા માટે કોણ જવાબદાર છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી ખાલીદ અલ ફલીહે જણાવ્યું કે તેમના બે ઓઇલ ટેન્કરને મોટું નુકસાન થયું છે. ફલીહ કહે છે કે આ બંને સાઉદી તેલ ટેન્કર અરબી સમુદ્રને પાર કરી રહયા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલા પાછળ અમેરિકાનો હાથ માનવામાં આવે છે. ઇરાન સાથેના વધતા તણાવ વચ્ચે અમેરિકાએ એવી ધમકી આપી હતી કે ઇરાન ક્ષેત્રમાં દરિયાઇ પરિવહનને નિશાન બનાવવામાં આવશે. એવી ચેતવણી વચ્ચે આ હુમલાના સમાચાર આવ્યા છે.

હાલ તો ઇરાને આ મામલે તપાસ કરાવવાની માંગ કરી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને લઇ અમેરિકાએ ફારસની ખાડીમાં એક યુધ્ધ જહાજ, બી-ર બોમ્બર વિમાન અને પૈટીએટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દીધી છે. જે ઓર્લિગ્ટન ખાડીમાં અબ્રાહમ લિંકન સ્ટાઇક સમુહ સાથે જોડાયેલ છે. જાણકારો કહે છે કે અમેરિકા ઇરાન ઉપર માનસિક દબાણ વધારવા માટે આવું કરે છે. ર૦૧પમાં જયારે અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટમ્પે ઇરાન સાથેની પરમાણુ સંધી તોડી ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. ત્યારબાદ અમેરિકાએ બીજી વખત તમામ પ્રતિબંધો લાગુ કર્યા હતા. આ વિવાદ બાદ અમેરિકાએ આઠ દેશો પાસેથી ઇરાની તેલ ખરીદવાનું બંધ કર્યું હતું.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!