GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લોકડાઉન છતાં આ દેશ માટે ભારતમાંથી ઉડશે પ્લેન, મોદી સરકાર પાસે મગાઈ રહી છે મંજૂરી

અમેરિકી સરકાર ભારતમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં ફસાયેલા અમેરિકી નાગરીકોને પરત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવી રહી છે. વિદેશી કાઉન્સિલર ઈયાન બ્રાઉનલીએ જણાવ્યું હતું કે ભારતમાં સ્થગિત લોકોના સીધા સંપર્કમાં રહીને તેઓ અમેરિકા અને એરલાઈન્સના સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે. નવી દિલ્હી વિસ્તારમાં લગભગ 1,500 અને મુંબઈમાં 600થી 700 લોકો તેમજ અન્ય જગ્યાએ 300થી 400 અમેરિકી નાગરીએ વતન પરત આવવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.

કોરોના

તેમણે જણાવ્યું હતું લગભગ ત્રણેક દિવસમાં એર સેવા ચાલુ કરીને તેઓને પરત લાવવા માટેના પ્રયાસો કરાશે. પરંતુ હાલમાં ભારત અને અમેરિકા બંને બાજુએ વાતચીત કર્યા બાદ ચોક્કસ નિર્ણય પર આવતા થોડો સમય લાગશે. ભારતમાં કોરોના વાયરસથી લડવા માટે તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધા છે. હવાઈ સેવા પણ બંધ કરીને દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બ્રાઉનલીએ કહ્યું હતું કે એક ચર્ચ ગ્રૂપે ભારતમાં રહેતા 150 અથવા જેટલા થઈ શકે એટલા અમેરિકી નાગરિકોને લાવવા માટે મોટું વિમાન હાયર કર્યું છે અને વિદેશ વિભાગ તેમને જરૂરી પરમિટ માટે મદદ કરી રહ્યા છે.

કોરોના (corona) વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે. તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27,365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86,498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનના કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યાં એક લાખથી વધુ લોકોના પોઝિટીવ કેસ છે. જ્યારે સૌથી વધુ મૃત્યુઆંક ઈટાલીમાં છે. ઈટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 9 હજારને પાર છે અને 86 હજારથી વધુ પોઝિટીવ કેસ છે. આ ઉપરાંત સ્પેનમાં 64 હજારથી વધુ કેસ અને જર્મનીમાં 50 હજારથી વધુ કેસ છે. ભારતમાં પણ કોરોના પોઝિટીવ કેસ 900ના આંકને વટાવી ગયો છે.

વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસ મોત
અમેરિકા1042051701
ઈટાલી864989134
ચીન813943295
સ્પેન657195138
જર્મની50871351
ફ્રાન્સ329641995
ઈરાન323322378
બ્રિટન14543759
સ્વિત્ઝરલેન્ડ12928231
દ. કોરિયા9478144
નેધરલેન્ડ8603546
ઓસ્ટ્રિયા769758
બેલ્જિયમ7284289
તુર્કી569892
કેનેડા 475755
પોર્ટુગલ426876
નોર્વે377119
ઓસ્ટ્રેલિયા357314
બ્રાઝિલ347793
સ્વિડન3069105
ઈઝરાયલ303512
મલેશિયા216126
આયર્લેન્ડ212122
ભારત88720

કોરોના વાયરસનો ગઢ બની ચુકેલા ઈટાલીમાં દર્દીઓને સાજા કરવા માટે મથામણ કરી રહેલા ડોક્ટરોમાંથી ઘણા આ વાયરસ સામે જીંદગીનો જંગ હારી ચુક્યા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 51 ડોક્ટરોના પણ આ વાયરસના કારણે મોત થયા છે. આ તમામ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેમના સારવાર દરમિયાન મોત થયા હતા. ઈટાલીના ડોક્ટર એસોસિએશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધારે સુરક્ષા ઉપકરણોની માંગણી પણ કરી છે.

READ ALSO

Related posts

હાર્દિક પંડ્યાએ ચુપચાપ કરી લીધા લગ્ન! પ્રેગ્નેન્ટ છે નતાશા સ્ટેનકોવિક, જાણો હકીકત શું છે

Mansi Patel

ભારતનો આ પડોશી દેશ ચીનના રવાડે ચડ્યો, પ્રથમવાર ભારતીય સરહદે લશ્કર ગોઠવ્યું

Dilip Patel

અમદાવાદમાં આ વિસ્તાર છે કોરોનાનો નવો હોટસ્પોટ, 37 પોઝિટીવ કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!