GSTV
News Trending World

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અમેરિકાના ટોચના સાંસદોએ બાઇડન વહીવટી તંત્રને જણાવ્યું છે કે વિશ્વ વેપાર સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)માં ભારત સામે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

ભારત સરકાર ખેડૂતોને ઘઉંના ઉત્પાદન મૂલ્યના અડધાથી વધુ સબસિડી આપે છે. જે અંગે અમેરિકન સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે અને આ મુદ્દાને ડબલ્યુટીઓમાં ઉઠાવવાની માગ કરી છે. અમેરિકાના સાંસદોએ આ મુદ્દે બાઇડન વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. અમેરિકાનું વ્હીટ એસોસિએટ્સ હંમેશાથી આ મુદ્દે ભારતની વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરતું રહ્યું છે અને હવે સાંસદોના આ પત્રનો તેણે સ્વાગત કર્યુ છે.

ભારતની નીતિ આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ બરબાદ થઇ રહી

અમેરિકન કોંગ્રેસના 28 સાંસદોએ પોતાના પત્રમાં લખ્યું છે કે ભારતની સરકાર પોતાના ખેડૂતોેને વધારે સબસિડી આપી રહી છે જેનું નુકસાન અમેરિકાના ઉત્પાદકોને થઇ રહ્યું છે. સાંસદોએ જણાવ્યું છે કે ભારતની નીતિ આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ બરબાદ થઇ રહી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાના ખાદ્ય ઉત્પાદકો પોતાના પ્રતિસ્પધર્કોથી સ્પષ્ટ રીતે નુકસાનમાં કાર્ય કરી રહ્યા છે. મુખ્ય રીતે ભારતની સરકાર ચોેખા અને ઘઉંના ઉત્પાદનથી અડધાથી વધારે મૂલ્ય પર સબસિડી આપી રહી છે.

10 ટકા સુધીની સબસિડી આપી શકાય

ખેડૂતો

જ્યારે વિશ્વ વેપાર સંગઠનનો નિયમ છે કે 10 ટકા સુધીની સબસિડી આપી શકાય છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇ અને કૃષિ સચિવ ટોમ વિલ્સેકને સંબધિત પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે તમે આ મુદ્દે કેસ કરવાની શરૂઆત કરે. ડબ્લ્યુટીઓના સમર્થન મૂલ્યની ભારત ઉપેક્ષા કરી રહ્યું છે. જેને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

કોંગ્રેસ સભ્યોએ લખ્યું છે કે અમેરિકા વિશ્વ વેપાર સંગઠનમાં ભારત પર પોતાના મૂલ્ય સમર્થન કાર્યક્રમમાં સુધાર માટે સતત દબાણ નાખી રહ્યું છે. અમેરિકામાં ઘંઉ ઉત્પાદકોના નેશનલ એસોસિએશનના સીઇઓ ચાંડલર ગોલેએ જણાવ્યું છે કે ભારત ડબ્લ્યુટીઓનું સભ્ય છે તેથી જરૂરી છે કે તે પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું પાલન કરે.

ભારતે પોતાના ઘરેલુ ઉત્પાદકોને અયોગ્ય લાભ પહોંચાડી વિશ્વ વેપારને નુકસાન કરવાનું ચાલુ રાખવું જોઇએ નહીં. અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)નો અંદાજ છે કે 30 જૂન, 2022ના રોજ સમાપ્ત થઇ રહેલા માર્કેટિંગ વર્ષમાં ભારત 50 લાખ મેટ્રિક ટન ઘંઉ વેચશે.ભારતની ઘંઉની નિકાસથી 280 લાખ મેટ્રિક ટન ઘંઉનો સ્ટોક બચશે. આનાથી અમેરિકાના ઘંઉના ખેડૂતોને દર વર્ષે 50 કરોડ ડોલરથી વધારે નુકસાન થઇ રહ્યું છે.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV