ભારતમાં રશિયાથી આયાત થયા ક્રૂડ અને અન્ય ચીજવસ્તુઓ અને કોમોડિટીની આયાત ચાલુ રહેતા અને અમુક કિસ્સામાં વધારો પણ નોંધાતા અમેરિકા ભારત પર ગુસ્સે ભરાયું છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રશિયા પાસેથી ક્રૂડની આયાતમાં વધારો થવાને કારણે ભારતને “મોટા ખતરા”નો સામનો કરવો પડી શકે છે કારણ કે અમેરિકા રશિયા પર પ્રતિબંધો લાગુ કરવા માટે વધુ કડક પગલાં લઈ શકે છે અને રશિયાના મિત્ર બની રહેલ દેશોને અમેરિકા જવાબ આપશે.

અધિકારીએ નામ ન આપવાની શરતે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે,” ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે તે સામે યુએસને કોઈ વાંધો નથી. જોકે ક્રૂડ ડિસ્કાઉન્ટમાં ખરીદતું હોય અને અગાઉના વર્ષોની સરખામણીમાં આયાતમાં નોંધપાત્ર વધારો થતો હોય તે બાબત આંખે વાગે છે.”
અમેરિકાએ લાદેલ પ્રતિબંધોમાં કોઈપણ દેશને રશિયા પાસેથી આયાત કરવા પર રોક્યા નથી પરંતુ એવા સંકેતો આપ્યાં છે કે અમેરિકા અન્ય દેશોને પ્રતિબંધો હેઠળ લાવી શકે છે જેથી રશિયાને મળતી મદદ અટકાવી શકાય.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના ભારત પ્રવાસે આવ્યા છે અને ત્યારે જ અમેરિકાનું આ સૂચક નિવેદન ભારત માટે ચેતવણી સમાન છે. અમેરિકી રાષ્ટ્રપતિના આર્થિક સુરક્ષા બાબતોના નાયબ સલાહકાર દલીપ સિંહે પણ ભારતની મુલાકાત લેવાની વાત કરી છે. જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બુધવારે ભારતની મુલાકાતે આવ્યા હતા અને બ્રિટિશ વિદેશ મંત્રી ગુરુવારે ભારત આવી રહ્યા છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર અને વપરાશકાર દેશ છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ તેણે રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી છે.
MUST READ:
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન