GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

અમરિકામાં જ્યોર્જ ફ્લોયર્ડના મોત બાદ સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલુ છે. રાજધાની વોશિંગટન સહિત દેશના 40થી વધુ શહેરોમાં ઉપદ્રવીઓ પર કાબૂ મેળવવા કર્ફ્યુ લાદી દેવાયો છે. વ્હાઈટ હાઉસ પાસે ત્રીજા દિવસે પણ જારી વિરોધ પ્રદર્શન હિંસક થતાં પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા. તો પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નિવાસસ્થાન પાસે પોલીસ અને સીક્રેટ સર્વિસની મદદ માટે યુએસ નેશનલ ગાર્ડ તૈનાત કરી દેવાયા છે. વ્હાઈટ હાઉસ પાસે દેખાવકારોએ ઘણી મિલકતોમાં આગચંપી કરી હતી. જે શહેર થોડા દિવસ પહેલા કોરોના વાયરસથી સંક્રમણને કારણે સમગ્ર બંધ હતું.

સડકો સૂમસામ હતી ત્યાં આજે હજારો લોકોની ભીડ ઉમટી

સડકો સૂમસામ હતી ત્યાં આજે હજારો લોકોની ભીડ ઉમટીને વિરોધ પ્રદર્શનમાં રસ્તા પર આવી ગયા. ફિલાડેલ્ફિયામાં ટોળાએ પોલીસની કારમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. તો સાથે જ ઘણી દુકાનોમાં લૂંટ મચાલી. કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં પણ ટોળાએ લૂંટ ચલાવી. અટલાંટા અને જોર્જિયામાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. જ્યાં પોલીસે ટીયરગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. બાદમાં બે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. હ્યુસ્ટનમાં પણ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંસાના આરોપમાં અમેરિકામાં અત્યાર સુધી 4,100 લોકોની ધરપકડ થઈ છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!