GSTV
Home » News » રશિયા સાથે શિતયુદ્ધની તૈયારી કે શું? અમેરિકાએ સેન નિકોલસ ટાપુ પર ક્રુઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ

રશિયા સાથે શિતયુદ્ધની તૈયારી કે શું? અમેરિકાએ સેન નિકોલસ ટાપુ પર ક્રુઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ

મધ્યમ દૂરી પરમાણું સંધિ Intermediate Range Nuclear Force Treatyમાંથી બહાર આવ્યા બાદ અમેરિકાએ પરંપરાગત રીતે પહેલીવાર એક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ.

પેંટાગને આ વાતની પુષ્ટિ કરી હતીકે, રવિવારે કેલિફોર્નિયાનાં સેન નિકોલસ દ્વીપ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

આ પરીક્ષણને ધરતીની સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઈલની મારક ક્ષમતા 500 કિલોમીટર છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેમનું આ પરીક્ષણ સફળ રહ્યુ છે અને મિસાઈલે નક્કી કરેલાં સમય પર આ દૂરી નક્કી કરીને પોતાના લક્ષ્યને સાધવામાં સફળ રહી છે.

આ પરીક્ષણ દૂરગામી પરિણામ હોઈ શકે છે. કહી શકાય કે, આનાથી દુનિયામાં ફરી એકવાર શસ્ત્રોની હોડ શરૂ થશે. આ એક નવા શીત યુદ્ધની પણ દસ્તક છે. આઈએનએફ સંધિ પર રશિયા અને અમેરિકા બંને દેશોએ ત્રણ દાયકા પહેલાં હસ્તાક્ષર કર્યા હતા જેથી યુરોપને પરમાણું હથિયાર મુક્ત કરી શકાય. આ સંધિ પરમાણું હથિયાર લઈ જવાના આ પ્રકારનાં હથિયારોનાં પરીક્ષણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવે છે.

READ ALSO

Related posts

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

શાકના છોતરા સાથે સોનાના દાગીના ખાઈ ગયો આખલો, બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!