GSTV
Home » News » આતંકના આકાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મુદ્દે પાકિસ્તાનને ફરી એક વખત અમેરિકાએ લગાવી ફટકાર

આતંકના આકાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મુદ્દે પાકિસ્તાનને ફરી એક વખત અમેરિકાએ લગાવી ફટકાર

અમેરિકાએ આતંકના આકાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મુદ્દે પાકિસ્તાનને ફરી એક વખત ફટકાર લગાવી છે. અમેરિકાએ જણાવ્યું છે કે પાકિસ્તાન કટ્ટરવાદી સંગઠનોને સમર્થન આપે છે તેમજ તેમને પોતાની ધરતી પર પનાહ આપે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શક્ય બનતી નથી.

આતંકી સંગઠનોને આપવામાં આવતું સમર્થન

દક્ષિણ અને મધ્ય એશિયાના અમેરિકાના સહાયક સચિવ એલિસ વેલ્સે જણાવ્યું કે કોઇ પણ મહત્વપૂર્ણ વાતચીત માટે પહેલા પરસ્પર વિશ્વાસ સ્થાપિત કરવો જરૂરી હોય છે. પરંતુ ઇસ્લામાબાદનો નવી દિલ્હી સાથે વાતચીત કરવા માટેનો સૌથી મોટો અવરોધ પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠનોને આપવામાં આવતું સમર્થન છે. જેના કારણે સરહદ પારથી આતંકવાદમાં વધારો થઇ રહ્યો છે.

પાકિસ્તાન છોડે આતંકી સંગઠનનો સાથ

તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અ લશ્કર-એ-તૈયબાનો સાથ છોડે. નહીંતર આ આતંકવાદી સંગઠનો દ્વારા આચરવામાં આવતી આતંકી પ્રવૃતિઓ માટે ફક્ત પાકિસ્તાન જ જવાબદાર રહેશે. બીજી તરફ એલિસ વેલ્સે કલમ 370 મુદ્દે ફરી એક વખત ભારતના નિર્ણયનું સમર્થ કર્યું. તેમણે કહ્યું કે અમેરિકા ભારતના નિર્ણયનું સમર્થન કરે છે. અમારી સમગ્ર પરિસ્થિતિ પર નજર છે. પરંતુ અમને આશા છે કે કાશ્મીરમાં જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે જલ્દી જ દૂર થશે.

Read Also

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!