GSTV
Home » News » પાકિસ્તાનને પડ્યા પર પાટુ, અમેરિકાએ 3,130 કરોડની આર્થિક મદદ બંધ કરી

પાકિસ્તાનને પડ્યા પર પાટુ, અમેરિકાએ 3,130 કરોડની આર્થિક મદદ બંધ કરી

અમેરિકાએ ફરીવાર પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 3 હજાર 130 કરોડની આર્થિક મદદ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ 2010માં પાકિસ્તાનને ઉર્જા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અને નાગરિકોની કલ્યાણ યોજનાઓ માટે 5 વર્ષની અંદર 7.5 અબજ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી હતી.

જોકે ત્યાર પછીથી જ પાકિસ્તાન પર આતંકને પ્રોત્સાહન આપવાનો અને આતંકીઓને તેમની જમીન પર આશરો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના કેરી લુગર કાયદા અંતર્ગત પાકિસ્તાનને 5 વર્ષના સમયગાળામાં રૂ. 53.35 હજાર કરોડની મદદ મળવાની હતી. પરંતુ છેલ્લા નવ વર્ષમાં તેમને માત્ર શરૂઆતના તબક્કાની જ મદદ આપવામાં આવી છે.

ટ્રમ્પ સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત

ન માત્ર યુએનએસસીની બેઠક પરંતુ આ બેઠક પહેલા અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો હતો.જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો કે, અમેરિકાને જમ્મુ કાશ્મીર મુદ્દે વિશ્વાસ અપાવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાને વર્તમાન સ્થિતિ અંગે ટ્રમ્પને જાણકારી આપી છે. અને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિ સ્થાપિત કરવાની ભૂમિકા નીભાવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીર માટે ચીન પર દબાણ કર્યુ હતુ. જોકે, ચીને  યુએનએસસીની બોલાવેલી બેઠક બાદ ચીન અને પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો છે. યુએનએસસીએ માન્યુ કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે.

Read Also

Related posts

નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી પારસ છે, મારું સૌભાગ્ય કે મને મા ના દર્શન અને પૂજાનો લાભ મળ્યો

Mayur

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!