Last Updated on February 26, 2021 by Pritesh Mehta
ભારતીય શેરબજાર આજે ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. અમેરિકાએ સીરિયા પર જે હુમલો કર્યો તેના કારણે સમગ્ર વિશ્વના માર્કેટને અસર થઈ છે અને તેની અસર ભારતીય શેર માર્કેટ પર પણ દેખાઈ રહી છે. સેન્સેક્સ આશરે 900 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 200થી વધારે પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1487 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.

માર્કેટ ખુલ્યાના થોડા સમય બાદ સેન્સેક્સ 800 પોઈન્ટ્સના ઘટાડા સાથે 50,200ની ઉપર જોવા મળ્યો હતો પરંતુ બજાર ખુલતા સમયે તે 50,000ની નીચે રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર શેર માર્કેટ પર અમેરિકાએ સીરિયા પર એરસ્ટ્રાઈક કરી તેની અસર વર્તાઈ છે. અમેરિકાએ સીરિયા-ઈરાક સરહદ પર ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન પર હુમલો કર્યો છે. સેન્સેક્સનો આંક 49,551એ પહોંચ્યો છે.

આ કારણે બેન્કિંગ, ઓટો, IT અને રિયલ એસ્ટેટના શેરોમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. મેટલ ઈન્ડેક્સ શરૂમાં લાલ નિશાન સાથે ખુલ્યું હતું પરંતુ બાદમાં રિકવરી જોવા મળી હતી. આ ઘટાડામાં સૌથી મોટો હાથ HDFC બેંક, HDFC, ICICI બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો છે. સેન્સેક્સના 30 શેરમાંથી 8 શેર જ ગ્રીન સિગ્નલમાં વેપાર જોવા મળ્યો જ્યારે બાકીના 22 શેરમાં ઘટાડા સાથે વેપાર ચાલુ થયો હતો.

અમેરિકી શેર બજારોના ઘટાડાને કારણે દુનિયાભરના બજારોમાં પડી અસર
યુએસ બજારોમાં ભારે વેચાણને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનું નિક્કી ઇન્ડેક્સ 737 અંક નીચે 29,430 પર છે. હોંગકોંગનું હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29,303 પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઇન્ડેક્સમાં 2-2% ઘટાડો થયો છે.
નિફ્ટીમાં ઘટનારા શેર
ઈન્ડસન્ડ બેંક, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક, HDFC બેંક, બજાજ ફિનસર્વ, GAIL, કોટક મહિન્દ્રા બેંક, SBI, બજાજ ફાઈનાન્સ
નિફ્ટીમાં વધનારા શેર
મારૂતિ, ડૉ. રેડ્ડી, સનફાર્મા, ભારતીય એરટેલ, ડિવીજ લેબ, NTPC, સિપ્લા, HUL, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI લાઈફ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા
- જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
- કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
