GSTV

તેલ ભરેલા ઈરાની જહાજોને અમેરિકાએ કર્યા જપ્ત, વેનેઝુએલા હતો ટાર્ગેટ

અમેરિકાએ વેનેઝુએલાને તેલ પહોંચાડવાની કોશિશ કરી રહેલા ચાર ઇરાની જહાજોને જપ્ત કર્યા છે. અમેરિકી અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે ઇરાન અને વેનેઝુએલા બંને દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને તેમના પર દબાવ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે વેનેઝુએલામાં રહેલા ઇરાનના રાજદૂત હોજાર સુલ્તાનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ટેન્કર પણ ઇરાની નથી અને તેની માલિકી પણ ઇરાનની નથી. અમેરિકા દ્વારા વધારે એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

ગયા મહિને વોશિંગટનમાં ફરિયાદ કરવામાં આવી હતી

ગયા મહિને વોશિંગટનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે વેચાણની વ્યવસ્થા ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સની સાથે સંબંધ ધરાવનાર એક વેપારી દ્વારા કરવામાં આવે છે. ઇરાનના આ રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સને અમેરિકા એક આતંકવાદી સંગઠન ઘોષિત કરી ચુક્યું છે. તે સમયે નિષ્ણાતોનું માનવું હતું કે આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર અમેરિકી અદાલતના આદેશને લાગુ કરવા મુશ્કેલ છે.

કાર્યવાહીમાં સૈન્યનો ઉપયોગ કરાયો નથી

અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહીની અંદર સૈન્યનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા નથી, પરંતુ અમેરિકી અધિકારોએ બોટના માલિકો અને કેપ્ટનને પ્રતિબંધની ધમકી આપી, જેના કારણે તેમણે સામેથી ટેન્કરો સોંપી દીધા. હવે તે અમેરિકાની સંપતિ છે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટ નથી કર્યુ કે બોટ અથવા તો સામાન ક્યાં રાખવામાં આવ્યા છે. ચાર બોટમાં લગભગ 11 લાખ બેરલ તેલ વેનેઝુએલા લઇને જવાઈ રહ્યાં હતાં.

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!