GSTV

અમેરિકી વિદેશમંત્રીનું દિલ્હીમાં આગમન, PM મોદી સહિત વિદેશપ્રધાન સાથે કરશે મુલાકાત

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ બુધવારે પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે મુલાકાત કરશે. માઇક પોમ્પિયો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંદેશો લઇને ભારત આવ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલન માટે જાપાન જવા રવાના થશે. જ્યાં તેમની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે. 28 જૂને લંચ બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાવાની છે. માઇક પોમ્પિયોના ભારત પ્રવાસમાં આ દ્વિપક્ષીય મંત્રણાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો મોડી રાત્રે ભારતમાં આવી પહોંચ્યા છે. જેથી પોમ્પિયાના ભારત પ્રવાસનો વિરોધ ડાબેરીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ડાબેરી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી અમેરિકા ગો બેકના નારા લગાવ્યા હતા.

ડાબેરી નેતાઓનો આરોપ છે કે, મોદી સરકાર અમેરિકા સામે નરમ પડી છે. જેથી લેફ્ટ પાર્ટી સરકારની વિદેશ નીતિનો વિરોધ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, માઈક પોમ્પિયો ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વની વ્યાપાર નીતિ અંગે ચર્ચા થવાની છે.

READ ALSO

Related posts

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta

લખનઉમાં હનુમાન મંદિર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓને છોડવાની માંગ, RSS પણ નિશાના પર

Vishvesh Dave

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!