GSTV
Home » News » ભારત પ્રવાસ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો બોલ્યા, ‘મોદી હૈ તો મુમકિન હૈ’

ભારત પ્રવાસ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો બોલ્યા, ‘મોદી હૈ તો મુમકિન હૈ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી નારો અમેરિકાને પણ ગમી ગયો છે. ભારત આવવા બાબતે ઉત્સાહિત અમેરિકાના વિદેશ મંત્રી માઇફ પૉમ્પિયોએ નરેન્દ્ર મોદી માટે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ ના નારા લગાવ્યા. માઇફ પૉમ્પિયોએ બુધવારે યૂએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલને એઇન્ડિયા આઇડિયાઝ સંમેલનમાં કહ્યું, “જેવો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો ‘મોદી હૈ તો મુમકિન હૈ’ કે ‘મોદી મેક્સ ઇટ પોસિબલ’, માં પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વિકાસ જોઇ રહ્યો છું.”

તેમણે કહ્યું કે, “આ મહિનાના અંતમાં હું ન્યૂ દિલ્હીની યાત્રા અને પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંક્રને મળવા માટે ઉત્સુક છું.” અમેરિકાના વિદેશ મંત્રી પૉમ્પિયો 24 થી 30 જૂન સુધી ભારત, શ્રીલંકા, જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવા વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે.

અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયો એવા સમયે જ ભારતની મુલાકાત કરશે જ્યારે તાજેતરમાં જ અમેરિકન પ્રશાસને ભારતીય ઉત્પાદનોમાં જીએસપી પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!