GSTV

અમેરિકાના વિદેશ મંત્રીએ એસ. જયશંકર સાથે કરી મુલાકાત, કોરોનાકાળમાં અમેરિકા-ભારત સાથે કામ કરે તે જરૂરી

Last Updated on July 28, 2021 by Zainul Ansari

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આજે દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો સંકલ્પ છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો મજબૂત કરવાનો સિલસિલો યથાવત્ રહે. હું ભારત અને અમેરિકા જે કામ હાલ કરી રહ્યાં અને ભવિષ્યમાં સાથે મળીને કરશે તેની પ્રશંસા કરું છું.

બ્લિંકને આગળ કહ્યું કે કોરોના હોય કે વિકસતી ટેકનોલોજીના ખરાબ અસર તમામ બાબતે કોઈ એક દેશ હાલ લડી શકે તેમ નથી. તમામ દેશો વચ્ચે અગાઉ કરતા વધુ સહયોગની જરૂર છે.
અમેરિકન વિદેશ મંત્રી સાથેની મુલાકાત અંગે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે હિંદ-પ્રશાંત મહાસાગરમાં શાંતિ અને સમૃદ્ધિ બંને દેશો માટે એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક સ્થિરતા મહત્ત્વપૂર્ણ છે. એક સહયોગી મંચ તરીકે ક્વાડને મજબૂત કરવું બંને દેશના હિતમાં છે. અમારે આતંકવાદ જેવા પડકારોનો સાથે મળીને સામનો કરવો જોઈએ.

ઉપરાંત અફઘાનિસ્તાન સંઘર્ષ અંગે પણ વાતચીત કરી. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બુધવારે અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોના પરત ફરવા અને તાલિબાન સામે સ્થાનિક સંઘર્ષ વિશે કહ્યું કે જ્યારે અમે અફઘાનિસ્તાનથી સેના હટાવી ત્યારે પણ અમે અફઘાનમાં વિકાસ કાર્યો સાથે જોડાયેલા છીએ. ત્યાં અમારું દૂતાવાસ હોવાની સાથે ઘણા એવા જરૂરી કાર્યક્રમ ચાલી રહ્યાં છે જે અફઘાનિસ્તાનના આર્થિક વિકાસનું સમર્થન કરે છે. અમે અફઘાનિસ્તાનમાં સંઘર્ષના સમાધાન માટે તમામ પક્ષોને એક સાથે લાવવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યાં છીએ.

તાલિબાનો

બ્લિંકને ક્વાડ ગ્રૂપ અંગે સવાલ ઉઠાવતા ચીન પર પ્રહાર કરતા કહ્યું કે ક્વાડ શું છે? આ સરળ અને એટલું જ જરૂરી છે. 4 સમાન વિચારધારાવાળા દેશ હાલના મહત્વપૂર્ણ મુદ્દાઓ તથા સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક સુનિશ્ચિત કરવાના કામ માટે સાથે આવ્યા છે. ક્વાડ કોઈ સૈન્ય ગઠબંધન નથી. ક્વાડનો હેતું આંતરરાષ્ટ્રીય નિયમો અને મૂલ્યોને મજબૂત કરતા ક્ષેત્રીય પડકારોને મદદ પહોંચાડવાનો છે.

Read Also

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!