GSTV

વેક્સિન વગર જ ઠીક થઈ જશે કોરોના, વૈજ્ઞાનિકોએ કર્યો ન્યૂ જનરેશન સારવારનો દાવો

વિશ્વના મોટાભાગના વૈજ્ઞાનિકો હાલમાં કોરોના વાયરસની રસી બનાવવામાં વ્યસ્ત છે. દુનિયામાં કોરોનાનાં આગમનને સાત મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને હવે આ રસી લગભગ તૈયાર થઈ ગઈ છે. રશિયાએ આ રસી બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં હજી પણ રસી પર કામ ચાલુ છે.

જ્યાં સુધી રસી બની રહી નથી, ત્યાં સુધી વૈજ્ઞાનિકોએ એક નવા જનરેશનનાં ઉપચારનો દાવો કર્યો છે. આના માધ્યમથી, કોરોના વાયરસના ચેપથી પીડાતા દર્દીઓને બીમાર પડવા દેવામાં આવશે નહીં અને તેમનો જીવ બચાવવા પર વધુ ભાર આપવામાં આવશે. વૈજ્ઞાનિકોનું માનવું છેકે જો મનુષ્યો ઉપર આ ન્યૂ જનરેશન સારવારના પરિણામો સફળ થવા લાગ્યા, તો તે આવતા વર્ષના પ્રારંભમાં તૈયાર થઈ શકે છે. આ ઉપચાર દ્વારા લોકોને સામાજિક અંતર વિના ફરવા માટેની સ્વતંત્રતા મળશે અને લોકો કોઈ પણ પ્રકારના ભય વગર બહાર ફરવા માટે સક્ષમ બનશે.

ન્યૂ જનરેશન સારવાર એટલે કે સાર્સ બ્લોક થેરેપીને અમેરિકામાં તૈયાર કરવામાં આવી રહી છે અને યુકેના રોકાણકારો તેમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. આ ઉપચાર કોરોના વાયરસના આધારે કૃત્રિમ પ્રોટીન સીક્વેન્સથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે એક કૉકની જેમ કાર્ય કરશે અને વાયરસને શરીરના રીસેપ્ટર સેલ્સ(ACE-2 રીસેપ્ટર)માં પ્રવેશતા અટકાવશે. આ ઉપચાર શરીરમાં વાયરસના પ્રવેશને અટકાવી શકે છે, પણ વાયરસને ઓળખીને તેની સામે લડવાની ઈમ્યૂન સિસ્ટમ પણ તૈયાર કરી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!