GSTV
Home » News » અમેરિકાએ ખોમૈની સહિતના ટોચના નેતાઓ પર મૂકેલા પ્રતિબંધો હાસ્યાપદ : ઇરાન

અમેરિકાએ ખોમૈની સહિતના ટોચના નેતાઓ પર મૂકેલા પ્રતિબંધો હાસ્યાપદ : ઇરાન

અમેરિકાની ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખોમૌની અને અન્ય નેતાઓ સામે પ્રતિબંધની જાહેરાતને ઇરાનના મોટા ભાગના નેતાઓને હાસ્યાસ્પદ ગણાવી છે. અમેરિકાના નવા પ્રતિબંધ પછી ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લાહ અલી ખોમૌની અન્ય નેતાઓ અમેરિકન ક્ષેત્રમાં નાણાકીય સુવિધાઓનોે લાભ ઉઠાવી શકશે નહીં.

ઇરાનના પ્રમુખ હસન રોહાનીએ પણ અમેરિકાના નવા પ્રતિબંધોને ફગાવી દીધા છે અને અમેરિકાના વહીવટી તંત્રને પાગલ ગણાવ્યું છે. ભૂતકાળમાં પણ ઇરાને ટ્રમ્પ વિરુદ્ધ આ શબ્દનો પ્રયોગ કર્યો છે.

સ્ટેટ ટેલિવિઝન પર આપેલા ભાષણમાં રોહાનીએ જણાવ્યું છે કે ઇરાનના સર્વોચ્ચ નેતા વિરુદ્ધ મૂકવામાં આવેલા પ્રતિબંધ સંપૂર્ણપણે નિષ્ફળ જશે કારણકે તેમની વિદેશમાં કોઇ સંપત્તિ જ નથી.

રોહાનીએ નવા પ્રતિબંધોને અમેરિકાની નિરાશા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસની કાર્યવાહી દર્શાવે છે કે તે માનસિક રીતે વિચલિત થઇ ગયા છે. ઇરાનના સંયમને તેની નબળાઇ ન સમજવી જોઇએ.  ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૌસાવીએ જણાવ્યું છે કે શું ખરેખર એવો કોઇ પ્રતિબંધ બાકી રહ્યો છે જે અમેરિકાએ છેલ્લા 40 વર્ષોમાં અમારા દેશ અને નાગરિકો પર લગાવ્યો ન હોય. જો કે આ પ્રતિબંધોથી તેમને શું મળ્યું?

ઇરાનના નેતાઓ અને અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા પ્રતિબંધોની વાસ્તવમાં કોઇ અસર જોવા મળશે નહીં. રિવોલ્યૂશનરી ગાર્ડ્સની મશરેઘ ન્યૂઝ એજન્સીના તંત્રી હસન સોલેમનીએ લખ્યું છે કે અમેરિકાના નવા પ્રતિબંધો પછી મંત્રણાના દરવાજા સંપૂર્ણપણે બંધ થઇ ગયા છે.  નવા પ્રતિબંધ હેઠળ ઇરાનના ટોચના સૈન્ય અધિકારીઓ સહિતના તમામ નેતાઓની અમેરિકાના ક્ષેત્રમાં આવેલી સંપત્તિ બ્લોક કરી દેવામાં આવશે.

ડ્રોન તોડી નાખવા બદલ જારી કરાયેલા નવા પ્રતિબંધમાં ખૈમાનીને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યા છે પણ તેઓ ઇરાનની બહાર કોઇ પણ સ્થળની યાત્રા કરતા નથી અને તેમની વિદેશમાં કોઇ સંપત્તિ નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બેંકિગ વ્યવસ્થા પર તેમની ખૂબ જ ઓછી નિર્ભરતા છે.

નવા પ્રતિબંધ હેઠળ તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં અને અમેરિકન નાાણાકીય સંસ્થાઓ સાથે કોઇ પણ પ્રકારનો વેપાર કરી શકશે નહીં. જો કે ખૈમાની પર આ પગલાની કોઇ અસર થવાની નથી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટી તંત્રે એપ્રિલમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્ઝને આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ઇરાનના પ્રમુખ રોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાએ ઇરાનને મંત્રણાની ઓફર કરવાની તદ્દન ખોટી છે. અમેરિકાએ ઇરાનના નેતાઓ સામે મૂકેલા પ્રતિબંધ જ દર્શાવે છે કે અમેરિકા જૂઠ બોલી રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં ઇરાન-અમેરિકા વચ્ચે શું થયું?

  • મે, 2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2015માં ઇરાન અને અન્ય છ દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને ઇરાન સામે આર્થિક પ્રતિબંધો મૂકી દીધા. જેના કારણે ઇરાનના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવા લાગી.
  • 2 મે, 2019 : ટ્રમ્પે તેહારન પર દબાણ વધારવા માટે ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાની મર્યદિત સમયની રાહતને પરત ખેંચી લીધી હતી.
  • 5 મે, 2019 : અમેરિકાએ ખાડીમાં ઇરાનથી કથિત ખતરાનોે સંદર્ભ આપી એક એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ અને બી-52 બોમ્બર તૈનાત કર્યા હતાં.
  • 8 મે, 2019 : અમેરિકાના પ્રતિબંધના જવાબમાં ઇરાન યુરેનિયમ ભંડાર વધારશે.
  • 12 મે, 2019 : ઓમાનની ખાડીમાં ચાર ઓઇલ ટેન્કરો પર હુમલો.
  • 13 જૂન, 2019 : ઓમાનની ખાડીમાં બે ઓઇલ ટેન્કરો પર હુમલો.
  • 17 જૂન, 2019 : ઇરાને જણાવ્યું કે જો યુરોપ ઇરાનની ઓઇલના વેચાણની સમસ્યાનો ઉકેલ નહીં કાઢે તો તે યુરેનિયમ ભંડાર વધારશે.
  • 20 જૂન, 2019 : ઇરાનની સેનાએ અમેરિકાના ડ્રોનને તોડી પાડયું.

Read Also

Related posts

સહારા ઇન્ડિયાના ચેરમેન સુબ્રતો રોયની સામે સુરતમાં પોલીસ ફરિયાદ, 12 જણા ભરાયા

Karan

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel

પીએમ મોદીના આદેશનું પાલન નથી કરી રહ્યાં આ સાંસદો, આજે 150 જણાની ગેરહાજરી મોદીને હતી ખટકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!