અમેરિકાની તાજેતરની હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રટાક પક્ષના ચારે ચાર ઉમેદવારો ફરીથી ચૂંટાઇ આવ્યા હતા જેમાં એમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તીનો સમાવેશ થતો હતો. અમેરિકાની પ્રમુખની ચૂંટણાના ઇતિહાસમાં પહેલી જ વાર ભારતીય અમેરિકન સમાજે પ્રભાવી રીતે ઉભરી આવ્યું હતું. અમેરિકામાં વસતા આશરે 18 લાખ ભારતીયોને રિઝવવા રિપબ્લીકન અને ડેમોક્રેટિક પાર્ટીએ કોઇ કસર બાકી રાખી નહતી.
18 લાખ ભારતીયોને રિઝવવા રિપબ્લીકન અને ડેમોક્રેટિક પાર્ટીએ કોઇ કસર બાકી રાખી નહતી

ફલોરિડા, જ્યોર્જીયા, મિશિગન, ઉત્તર કેરોલિના, પેન્સીલવેનિયા અને ટેક્સાસમાં ભારતીય સમાજ કટોકટીના સમયમાં અત્યંત ઉપયોગી સાબીત થયું હતું. ભારતીય અમેરિકન સાંસદોના ઔપચારિક જુથ માટે કૃષ્ણામૂર્તિ એ બનાવેલા કિથત સમોસા કાઉકસમાં હજુ પણ કદાચ એક સભ્યનો ઉમેરો થઇ શકે છે.
સમોસા કાઉકસમાં હજુ પણ કદાચ એક સભ્યનો ઉમેરો થઇ શકે
છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી એરિઝોનાના છટ્ટા કોગ્રેસ્નલ ડિસ્ટ્ર્ક્ટમાંથી વર્તમાન રિપબ્લીકન ડેવિડ શેવકેરત વિરૂદ્ધ ડો.હિરલ તિપિરનેની સરસાઇ ભોગવી રહ્યા હતા. ચાર ઉપરાંત હાલમાં સમોસા કાઉકસમાં પાંચ ભારતીય અમેરિકનોનો સમાવેશ થાય છે જેમાં ઉપ રાષ્ટ્રપતિપદ માટેના બિડેનના સાથી કમલા હેરિસનો પણ સમાવેશ થાય છે.

ઉપ રાષ્ટ્રપતિપદ માટેના બિડેનના સાથી કમલા હેરિસનો પણ સમાવેશ
જો બાવન વર્ષના ડો. હિરલ જીતી જાય તો તેઓ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં ચૂંટાઇ આવનાર બીજા ભારતીય મહિલા હશે. 55 વર્ષના જયપાલ 2016માં ચૂંટાઇ આવનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા હતા. રાજા કૃષ્ણમૂર્તિએ લિ બરટિયન પક્ષના 30 વર્ષીય પ્રેસ્ટોન નેલસનને પરાજય આપ્યો હતો. રો ખન્નાએ ભારતીય અમેરિકન રિપબ્લીકન રિતેશ ટંડનને 50 ટકા કરતાં વધુ સરસાઇથી હરાવ્યો હતો.

એવી જ રીતે સમોસા કાઉકસના સૌથી વરિષ્ઠ સભ્ય ડો. એમી બેરાએ સતત પાંચમી જીત મેળવી હતી. તેમણે રિપબ્લીકન ઉમેદવાર બઝ પીટરસનને હરાવ્યો હતો. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ યુએસ કોંગ્રેસમાં નીચલું ગૃહ ( લોઅર હાઉસ-લોકસભા)કહેવાય છે, જ્યારે સેનેટ (અપરહાઉસ-રાજ્યસભા) ઉપલું ગૃહ છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં