GSTV
Home » News » મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કહ્યા બાદ અમેરિકાએ આપી આવી પ્રતિક્રિયા

મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કહ્યા બાદ અમેરિકાએ આપી આવી પ્રતિક્રિયા

mike pompeo masood

જૈશના વડા મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા બાદ અમેરિકાએ પ્રતિક્રિયા આપી. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાથી અમેરિકાની કુટનીતિ અને આતંકવાદ વિરૂદ્ધ આતંરરાષ્ટ્રીય સમુદાયની સૌથી મોટી જીત થઈ છે.

America warned Pakistan

મસૂદ વિરૂદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધથી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થશે અને આતંકવાદ વિરૂદ્ધ અભિયાન વધુ તજે બનશે. મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માગ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી હતી. જોકે, તેમાં ચીન વીટો પાવરનો ઉપયોગ કરતું હતું.

પરંતુ અમેરિકા, ફ્રાંસ અને રશિયાના દબાણના કારણે ચીને પોતાનો વીટો પાવરને પરત લીધો. જેથી મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં મદદ મળી. મસૂદ પુલવામા હુમલા જેવા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. જે બાદ મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માંગ સતત વધી હતી.

Read Also

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!