GSTV
Gujarat Government Advertisement

અમેરિકાએ ચીનની વિરુદ્ધ માંડ્યો મોર્ચો, કહ્યુ, દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનના દાવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી

Last Updated on July 14, 2020 by Mansi Patel

અમેરિકાએ ચીન વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે અને ચીને દક્ષિણ ચીની સમુદ્રના તમામ વિસ્તારો પર પોતાનો દાવો કરેલો તેને નકારી દીધો છે. ટ્રમ્પ પ્રશાસને સોમવારે એક ભારે મોટો નીતિગત નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે, દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનના દાવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી અને તે માત્ર પોતાની બાજુએથી મરજી પ્રમાણે તે વિસ્તારમાં પોતાનો દાવો ન થોપી શકે. સાથે જ અમેરિકાએ 21મી સદીમાં ચીનના આક્રમક વલણ માટે કોઈ જગ્યા નથી તેમ પણ કહ્યું હતું.

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું કે, વિશ્વ બેઈજિંગને દક્ષિણ ચીની સમુદ્રને પોતાનું સમુદ્રી સામ્રાજ્ય નહીં બનાવવા દે. અમેરિકા પોતાના દક્ષિણ-પૂર્વ એશિયાના સહયોગી દેશો સાથે ઉભું છે અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત તેમના સાર્વભૌમત્વ અને સંસાધનો પર તેમના અધિકારોની સુરક્ષા કરશે. અમેરિકા દક્ષિણ ચીની સમુદ્ર કે બીજા મોટા વિસ્તારોમાં શક્તિના દમ પર કબજાના દરેક પ્રયત્નને નકારે છે અને સમુદ્રી ક્ષેત્રોની સુરક્ષામાં આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ઉભું છે. અમેરિકાના આ નિવેદન મામલે ચીનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

ચીની દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે, અમેરિકાના દક્ષિણ ચીની સમુદ્ર મામલે આપવામાં આવેલા નિવેદનમાં તથ્યો સાથે જાણીજોઈને છેડછાડ કરાઈ છે અને તે વિસ્તારની સ્થિતિને વધારીને રજૂ કરવામાં આવી છે. આ ચીન અને અન્ય દેશો વચ્ચે વિવાદ સર્જવાનો પ્રયત્ન છે અને અમે તેનો આકરો વિરોધ કરીએ છીએ. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન અને વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રુનેઈ, ફિલિપાઈન્સ, તાઈવાન વચ્ચે વિવાદ છે. નાઈન-ડૈશ-લાઈન તરીકે ઓળખાતા એક વિસ્તાર પર ચીન પોતાનો દાવો ગણાવી રહ્યું છે અને પોતાના દાવાને મજબૂત બનાવવા તે વિસ્તારમાં કૃત્રિમ દ્વીપ બનાવી રહ્યું છે. ચીને છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં પોતાની નૌસેનાની તૈનાતી પણ વધારી દીધી છે જેથી દક્ષિણ ચીની સમુદ્રમાં તણાવ વધ્યો છે.

પોમ્પિયોએ જણાવ્યું કે, ચીન ગેરકાયદેસર રીતે સમુદ્રી ક્ષેત્રમાં દાવો ન કરી શકે. પછી ભલે તે સ્કારબરો રીફ હોય કે પછી સ્પાર્ટલી દ્વીપમાં વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ). અમેરિકા સ્પાર્ટલી દ્વીપમાં 12 નોટિકલ મીલથી વધારે સમુદ્રી ક્ષેત્ર પર ચીનના દાવાને નકારે છે. તે સિવાય મલેશિયાથી 50 નોટિકલ મીલની દૂરી પર અને ચીનના દરિયા કિનારાથી 1,000 નોટિકલ મીલ દૂર આવેલા જેમ્સ શોલ પર પણ ચીનનો દાવો ગેરકાયદેસર છે.

અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું કે, અમે એક વાત સ્પષ્ટ કરી રહ્યા છીએ કે દક્ષિણ ચીની સમુદ્રના તમામ સંસાધનો પર ચીનનો દાવો એટલો જ ગેરકાયદેસર છે જેટલો તે વિસ્તારોને નિયંત્રિત કરવા દેશોને ડરાવવા-ધમકાવવાનું તેનું અભિયાન. અમેરિકા આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત સમુદ્રી ક્ષેત્રમાં કોઈ પણ જાતની અડચણ વગર વેપાર ચાલુ રાખવાના પક્ષમાં છે અને સૈન્ય બળ કે ધમકીથી વિવાદના સમાધાનના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરે છે.

પોમ્પિયોએ જણાવ્યું કે, બેઈજિંગ દક્ષિણ ચીની સમુદ્રમાં દક્ષિણ પૂર્વીય દેશોના સાર્વભૌમત્વને કમજોર કરવા તાકાતનો ઉપયોગ કરે છે, સંસાધનો પરનો તેમનો અધિકાર જતો કરવા ડરાવે-ધમકાવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાને અવગણીને એકતરફી કબજો જમાવે છે. અનેક વર્ષોથી ચીનનું વલણ સાફ દેખાઈ જ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી યાંગ જિએચીએ 2010માં આસિયાન દેશોને જણાવ્યું કે, ચીન એક મોટો દેશ છે જ્યારે બાકીના દેશો નાના છે અને તે એક તથ્ય છે. ચીનના આ પ્રકારના આક્રમક વિસ્તારવાદી વલણ માટે 21મી સદીમાં કોઈ જગ્યા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટો ચૂકાદો/ લિવ ઈન રિલેશનમાં રહેતી પરિણીત મહિલાને ન મળે કાયદાનો લાભ, હાઈકોર્ટે નવો ઇતિહાસ રચતો લીધો નિર્ણય

Harshad Patel

અગત્યનું/ આજે લોન્ચ થઇ રહી છે નવી ઑનલાઇન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ, જાણો તેમાં શું છે ખાસ

Bansari

લૂંટેરી દુલ્હન / અઢી લાખ રૃપિયા આપી લગ્ન કર્યા પછી ખબર પડી યુવતિ પરિણીત છે!

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!