કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ 21મી વખત છે જ્યારે દેશમાં એક દિવસમાં 2000થી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં યુએસમાં 2146 લોકોના મોત
જોન હોપકિંસ વિશ્વ વિદ્યાલયના આંકડા અનુસાર, અમેરિકામાં મંગળવારે 2146 મોત થયા, જે મે બાદ કોરોનાને કારણે સૌથી વધુ મોત છે. આ સાથે કોરોના રોગચાળાને કારણે દેશમાં મૃત્યુઆંક 2 લાખ 59 હજાર 925 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ, 72 હજાર 935 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 25 લાખ 91 હજાર 163 થઈ ગઈ છે.


કેલિફોર્નિયાના ગવર્નરે આપ્યા આદેશ
રોગચાળાની બીજી લહેરનો સામનો કરવા માટે ઘણા રાજ્યોએ એકવાર ફરી નાઇટ કર્ફ્યૂ લગાવી દીધુ છે. જ્યારે ઘણા પ્રાંતોમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. કેલિફોર્નિયાનાં ગવર્નરે એક હુકમ જારી કરી લોકોને કહ્યું કે, તે રાત્રે દસ કલાકથી સવારે પાંચ કલાક સુધી ઘરોની બહાર ન નિકળે. ઓહિયોના ગવર્નરે પણ પ્રાંતમાં આ પ્રકારના ઉપાય કર્યા છે.

રશિયામાં 24 કલાકમાં 23,675 નવા કેસ
રશિયામાં છેલ્લા 24 કલાકમાં 23,675 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 62 હજાર 503 થઈ ગઈ છે. આ નવા કેસમાં 4685 કેસ મોસ્કોમાં નોંધાયા છે. આ સિવાય 507 લોકોના મૃત્યુ થવાથી કુલ મૃત્યુઆંક 37538 થઈ ગયો છે.

પાકિસ્તાનમાં એક જ દિવસમાં 3000થી વધુ નવા કેસ
પાકિસ્તાનમાં કોરોનાનો પ્રકોપ ફરી વધવા લાગ્યો છે. દેશભરમાં 4 મહિના બાદ પ્રથમવાર ત્રણ હજારથી વધુ નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 3 લાખ 82 હજાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 7803 થઈ ગયો છે. તો એક્ટિવ કેસની સંખ્યા વધીને 41,115 થઈ ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ
- શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી
- વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી
- 700 વર્ષ બાદ આ રાશિ પર મેહરબાન થયા શનિદેવ, જાણો ક્યાંક તમારી તો નથી આ રાશિ
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓ માસ સીએલ પર જશે