GSTV

મહાસત્તાના નેતાઓની ખુમારી: 3 પૂર્વ પ્રમુખોએ તૈયારી Live TV પર વેક્સીન ડોઝ લેવા બતાવી

Last Updated on December 4, 2020 by pratik shah

અમેરિકામાં કોરોના વાયરસ વેક્સિનની અસરને લઈને લોકોના મનમાં હજુ શંકા રહેલી છે. તેથી લોકોના મનમાં વેક્સિનને લઈને વિશ્વાસ પેદા કરવા માટે અમેરિકાના ત્રણ પૂર્વ રાષ્ટ્રપ્રમુખોએ તેના ડોઝને સૌથી પહેલા ખુદને લગાવવાનો નિર્ણય કર્યો છે. બરાક ઓબામા, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ અને બિલ ક્લિન્ટને એક સાથે વેક્સિન લેવાની તત્પરતા વ્યક્ત કરી છે.

ઓબામાએ વેક્સીન લેવા બતાવી તૈયારી

બુધવારે એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે, તેમને સર્વોચ્ચ અમેરિકી સંક્રમણ રોગ નિષ્ણાંત એંથની ફૌસી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે મને જણાવ્યુ કે, આ વેક્સિન સુરક્ષિત છે. તેથી હું તેની ડોઝ લેવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, હું ટીવી પર લાઇવ આ વેક્સિનને લગાવી શકુ છું, કે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને તે જાણવા મળે કે મને આ વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ છે.

ઘણા લોકોને નથી વેક્સીન પર વિશ્વાસ

બરાક ઓબામાએ તે સ્વીકાર્યુ કે આફ્રિકી અમેરિકી સમુદાયમાં ઘણા એવા લોકો છે, જેને વેક્સિન પર વિશ્વાસ નથી. તેમણે ભાર આપીને કહ્યુ કે, મોટા પાયા પર વેક્સીનેશન પોલિયોમાઇલાઇટિસ જેવી બીમારીઓને ખતમ કરે છે અને ઓરી અને શીતળાથી થનારા સામુહિક મોતને રોકે છે.

બુશ પણ કેમેરા સામે વેક્સીન ડોઝ લેવા તૈયાર

બુધવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશના ચીફ ઓફ સ્ટાફ ફ્રેડી ફોર્ડે જણાવ્યુ કે, તેમણે ડો ફૌસી અને વાઇટ હાઉસના કોરોના વેક્સિન પ્રતિક્રિયા ટીમ સાથે વાત કરી છે. બુશે વાતચીત દરમિયાન ટીમને પૂછ્યુ કે શું તે રસીને પ્રોત્સાહન આપવા માટે શું મદદ કરી શકે છે. ફ્રેડી ફોર્ડે કહ્યુ કે, સૌથી પહેલા વેક્સિનને સુરક્ષિત સમજવી જોઈએ અને પ્રાથમિકતા પ્રમાણે લોકોને આપવી જોઈએ. તે માટે પૂર્વ રાષ્ટ્રપતિ બુશ પણ ખુશીથી લાઇનમાં ઉભીને કેમેરા સામે વેક્સિન લેશે.

ક્લિન્ટન ચોક્કસપણે લેશે વેક્સિન

પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ કહ્યુ કે, તે જાહેરમાં કોરોના વાયરસ વેક્સિન લેવા માટે તૈયાર છે. ક્લિન્ટનના પ્રવક્તા એંજલ ઉરેનાએ કહ્યુ કે, જાહેર આરોગ્ય અધિકારીઓની પ્રાથમિકતાના આધાર પર પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન ચોક્કસપણે વેક્સિન લેશે. જો આ બધા અમેરિકીઓને વેક્સિન પ્રત્યે વિશ્વાસ પેદા કરવામાં સહાયક હશે તો તેઓ જાહેરમાં વેક્સિન લઈ શકે છે.

40% અમેરિકન ડોઝ લેવા નથી તૈયાર

નવેમ્બર મહિનામાં ગૈલપ પોલના એક સર્વેમાં અમેરિકીઓના મનમાં કોરોના વાયરસ વેક્સિનને લઈને ખુબ ડર જોવા મળ્યો છે. ચાલીસ ટકા અમેરિકી લોકોએ તે કહ્યું કે, તેઓ કોરોના વેક્સિનના ડોઝ લેશે નહીં. આ લોકોના મનમાં વેક્સિન લીધા બાદ શરીરમાં રિએક્શનને લઈને શંકા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે / ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન

pratik shah

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હીરા ઉદ્યોગ માથે સંકટ: વેપારીઓની મુશ્કેલીઓ વધી, કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!