GSTV
News World ટોપ સ્ટોરી

US Presidential Election: મતગણતરી દરમ્યાન હિંસાની આશંકા, શરૂ થયા વિરોધ પ્રદર્શનો

અમેરિકા

અમેરિકામાં ચાલી રહેલી મતગણતરી દરમિયાન હિંસા થવાની આશંક સેવાઇ રહી છે. તે દરમિયાન મતગણતરીમાં વિલંબના કારણે કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા છે.

US Presidential Election

મેનહટનમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. એક ગલીમાં ટોળાએ આગચંપી કરી હતી અને પોલીસ અધિકારી સામે લોકોએ વિરોધ કર્યો હતો. આ સિવાય વોશિંગ્ટન સ્કવેર પાર્કમાં શાંતિપૂર્ણ વિરોધ બાદ 60 લોકોની ધરપકડ થઈ હતી. જેના પગલે પોલીસ અને લોકો વચ્ચે ટકરાવ થયો હતો.

પોર્ટલેન્ડમાં બોલાવવા પડ્યા નેશનલ ગાર્ડ્સ

અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં પણ થયેલા દેખાવો બાદ ઓરેગન નેશનલ ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી. લોકોએ શહેરના એક હિસ્સામાં તોડફોડ કરીને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યુ હતુ. સાથે સાથે ફિલાડેલ્ફિયા, શિકાગોમાં પણ દેખાવો થઈ રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે, એક-એક મતની ગણતરી કરવામાં આવે. સાથે સાથે લોકો અશ્વેત આંદોલનનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.

વ્હાઈટ હાઉસ નજીક હજારો લોકોએ કર્યો ટ્રમ્પનો વિરોધ

અમેરિકન પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસથી સહેજ જ દુર એક હજાર કરતા વધારે લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે જમા થયા હતા. વોશિંગ્ટનમાં લોકોએ રસ્તા પર માર્ચ કરી હતી અને જેના કારણે ટ્રાફિક પણ જામ થયો હતો. લોકોએ ફટાકડા પણ ફોડયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV