GSTV

અમરિકન પ્રેસિડેન્ટ પદના ઉમેદવારો ટ્રમ્પ-બિડેન વચ્ચે પહેલી પબ્લિક ડિબેટ, ચર્ચામાં ટ્રમ્પએ ભારત પર લગાવ્યો આરોપ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હવે માત્ર 35 દિવસ બાકી છે ત્યારે, 30 સપ્ટેમ્બરની વહેલી સવારે પોતાની પહેલી ડિબેટમાં સામસામે આવ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન. 3 નવેમ્બરના રોજ થનાર ચૂંટણીમાં જનમત નક્કી કરવામાં આ ડિબેટ મહત્વની માનવામાં આવે છે.

પબ્લિક ડિબેટ

સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ મામલે ડિબેટ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિપબ્લિકન વિચારધારા વાળા જજની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી. જેને લીધે ટ્રમ્પને હેલ્થકેરને ખતમ કરવામાં મદદ મળશે. તેની સાથે સંલગ્ન સવાલ પર ટ્રમ્પએ કહ્યું, ‘હું સીધી વાત કરું, અમે ચૂંટણી જીત્યા છીએ. ચૂંટણીના પરિણામો હોય છે. અમારી પાસે સીનેટ છે. સુપ્રીમ કોર્ટમાં એમી કોની બૈરેટની પસંદગીના નિર્ણયનું સમર્થન કરતા ટ્રમ્પએ કહ્યું કે તેઓ તમામ રીતે યોગ્ય છે. મને લાગે છે કે તે સારું કામ કરી શકશે.

ટ્રમ્પ પર તાડુક્યા બિડેન

ચર્ચાની 18 મિનિટની અંદર બિડેન ટ્રમ્પ તરફ ફર્યા અને તાડુક્યા અને ચૂપ થઇ જવા કહ્યું. ટ્રમ્પ બિડેનની અવગણના કરતા પોતાની વાત ચાલી રાખી ટ્ર્મપે કહ્યું જે લોકો જાણે છે કે 47 વર્ષમાં તમે કઈ નથી કર્યું.

કોરોનાને લઈને ટ્રમ્પ-બિડેન આમનેસામને

બિડેનએ કોરોના વેક્સીનને લઈને ટ્રમ્પ પર વાક્પ્રહારો કર્યા. તેમણે કહ્યું ટ્રમ્પએ વૈજ્ઞાનિકો પર દબાણ કર્યું જેથી જેટલા જલ્દી થઇ શકે વેક્સીન બની જાય. મને ટ્રમ્પ પર બિલકુલ વિશ્વાસ નથી. તેના પર જવાબ આપતા ટ્રમ્પએ કહ્યું ટૂંક સમયમાં તમારી સામે વેક્સીન આવી જશે.

ચર્ચામાં ભારત પર ટ્રમ્પએ લગાવ્યો આરોપ

જો બિડેનએ ટ્રમ્પ પર અમેરિકામાં કોરોના વાયરસ મહામારી સામે લાદવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે કોઈ જ તૈયારી નહતી કરી. બિડેને કહ્યું અમેરિકામાં સૌથી વધુ મૃત્યુના આંકડા આટલા વધુ એટલા માટે છે કારણકે સરકાર મહામારીના જોખમોને લઈને બેદરકાર રહી અને કોઈ જ પ્લાનિંગ ન કર્યું. તેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે સરકારે કોરોના મહામારીનો પ્રભાવી રીતે સામનો કર્યો. મોતના આંકડા સૌથી વધુ એટલા માટે છે કારણકે અમેરિકા મોતના સાચા આંકડા આપી રહ્યું છે. જયારે ચીન રશિયા અને ભારત મોતના સાચા આંકડા નથી આપી રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!