GSTV
News Trending World

અમેરિકા: ડેવિડ પરડ્યૂએ ઉપ-રાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસના નામની ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રિપબ્લિકન પાર્ટીના સેનેટર ડેવિડ પરડ્યૂએ ડેમોક્રેટિક પાર્ટીના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનું નામ જાણી જોઈને ખોટું બોલીને તેની મજાક ઉડાવી છે. આ પછી ગુસ્સે થયેલાં સમર્થકોએ ટ્વિટર પર ‘માય નેમ ઇઝ’ અને ‘આઈ સ્ટેન્ડ વિથ કમલા’ના નામના એક બાદ એક ટ્વીટ કર્યા. જે બાદ જોત જોતામાં હેશટેગ ટ્રેન્ડમાં આવી ગયો.

ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરડ્યૂ સતત રેલી દરમિયાન હેરિસનું નામ જાણી જોઈને ખોટું લઈને તેની મજાક ઉડાવી રહ્યો હતો. પરડ્યૂએ હેરિસ માટે રેલીમાં કહ્યુકે, કાહ-મહ-લા? કાહ-મહ-લા ખબર નથી શું નામ છે, જેના પછી રેલીમાં હાજર લોકો હસવા લાગ્યા. તો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો.

ટ્વિટર પર પરધૂની વિરોધમાં લોકોમાં ગુસ્સો

કમલા હેરિસના પક્ષમાં ઉતરેલાં લોકોએ ટ્વિટર પર હેશટેગનો ઉપયોગ કરીને પરધૂની વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. મોટી સંખ્યામાં ‘માય નેમ ઈઝ’ હેશટેગનો ઉપયોગ કરીને લોકોએ પરધૂના આ પ્રકારનાં વર્તનની નિંદા કરી હતી. એક રિપોર્ટ મુજબ અમિત જની વ્યક્તિ જો બાઈડન કેમ્પેઈન સાથે જોડાયેલાં છે. તેમણે ‘માય નેમ ઈઝ’ હેશટેગની શરૂઆત કરી હતી.

તો ટ્વિટર પર પરધૂની વિરોધમાં કરવામાં આવી રહેલાં ટ્વિટને લઈને તેનાં પ્રવક્તાએ કહ્યુકે, તે કોઈ પણ રીતે કોઈની મજાક નથી ઉડાવી રહ્યો, તે ખરેખર હેરિસના નામથી મૂંઝવણમાં આવી ગયો છે. અને આ પહેલીવાર નથી જ્યારે કોઈએ તેના નામે મૂંઝવણ અનુભવી હોય.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV