GSTV
Home » News » અમેરિકાની રણછોડ નીતિ, ભારતને ભરાવવા માગે છે અફઘાનિસ્તાનમાં

અમેરિકાની રણછોડ નીતિ, ભારતને ભરાવવા માગે છે અફઘાનિસ્તાનમાં

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની રણનીતિમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે પોતે જ તૈયાર કરેલી નવી દક્ષિણ એશિયાની રણનીતિમાં ભારતની ભૂમિકા અફઘાનિસ્તાનમાં રચનાત્મક અને વિકાસ કાર્યો સુધી જ સિમિત રાખવામાં આવી હતી. જે મુજબ ભારત હંમેશાથી અફઘાનિસ્તાનના વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન પણ આપતું રહ્યું છે. જો કે ભારતને ન તો ક્યારેય આતંકવાદ વિરોધી અભિયાનોમાં ભાગ લેવા માટે જણાવાયું કે ન તો ભારતે પોતે સૈન્ય ઓપરેશનમાં સામેલ થવા ઇચ્છે છે. તેવામાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં ભારત પાસે ટ્રમ્પની આકાંક્ષા ચોંકાવનારી છે.

ઇરાક અને સીરિયામાંથી પોતાની જમીન ગુમાવી ચુકેલું આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટ હવે અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરવા લાગ્યું છે. તો બીજી તરફ તાલિબાન પણ આક્રમક વલણ અપનાવીને હુમલા કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં થોડા દિવસો પહેલા જ એક આત્મઘાતી હુમલામાં 63 લોકોના મોત નિપજ્યા.

અમેરિકાની લાખ કોશિશો છતાં પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદ પર કાબુ મેળવી શકાયો નથી. અહીં દાયકાઓથી ચાલી રહેલા યુદ્ધમાંથી અમેરિકા બહાર નીકળવા માંગે છે. અમેરિકાની સેના સપ્ટેમ્બર, 2001થી અફઘાનિસ્તામાં સૈન્ય ઓપરેશન ચલાવી રહી છે. અમેરિકન સૈન્યને અફઘાનિસ્તાનમાં 18 વર્ષ જેટલો સમય વિતી ગયો છે. અને હવે અમેરિકા અન્ય દેશોને સૈન્ય ઓપરેશનોમાં પોતાનું યોગદાન આપવાની અપીલ કરી રહી રહ્યું છે.

ટ્રમ્પે તાજેતરમાં જ સંકેત આપ્યો હતો કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સૈન્ય સંપૂર્ણપણે વાપસી નહીં કરે પરંતુ તે ત્યાં કોઇની ઉપસ્થિતિ ઇચ્છે છે. કે જેથી તાલિબાન ફરીથી અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ ન મેળવી શકે.

READ ALSO

Related posts

મોદી સરકારની બમ્પર જાહેરાત- કેમ્પ લગાવીને 200 જિલ્લામાં લોન અપાશે, સાંસદો બનશે સાક્ષી

Riyaz Parmar

કાશ્મીરી યુવાને બનાવ્યું ખાસ ડ્રોન, સરહદ પારનાં આંતકી કેમ્પોનો મિનિટોમાં કરશે ખાતમો

pratik shah

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!