GSTV

બાઇડનને હવે થશે ધરપત: આખરે ટ્રમ્પએ સત્તા સોંપવા માટે ‘ભારે હૈયે’ બતાવી તૈયારી

Last Updated on November 24, 2020 by pratik shah

અમેરિકાની ચૂંટણીમાં હારી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે પણ એક પછી એક આંચકા આપ્યા બાદ હવે ટ્રમ્પ હાર સ્વીકારતા દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ જો બાઈડનને સત્તા સોંપવા માટે તૈયારી બતાવી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાની સરકારી સંસ્થા ધ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશને બાઈડનને જાણકારી આપતા કહ્યુ છે કે, ટ્રમ્પ પ્રશાસન સત્તા સોંપવા માટે તૈયાર થઈ ગયુ છે.

બાઇડન

ટ્રમ્પ કરશે સત્તા હસ્તાંતરણ

અમેરિકામાં જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન જ સત્તા ટ્રાન્સફર કરવાની જવાબદારી સંભાળે છે.આ સરકારી ઓફિસના વડા એમિલી મફીનુ  કહેવુ છે કે, વ્હાઈટ હાઉસ તરફથી એટલકે હાલના ટ્રમ્પ પ્રશાસન તરફથી કોઈ દબાણ નથી અને સત્તા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કોઈ ડર કે પક્ષપાત વગર લેવામાં આવ્યો છે. જે હાલના કાયદા અને તથ્ય પર આધારિત છે. જ્યારે ટ્રમ્પનુ કહેવુ છે કે, સત્તા સોંપવાની ઔપચારિકતા પૂરી કરવા માટે મેં સામે ચાલીને જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશનને કહ્યુ છે. હું જીએસએના એમિલી મફીને દેશ પ્રત્યેની તેમની વફાદારી અને સમર્પણ માટે અભિનંદન આપુ છું.

ટ્રમ્પનો આરોપ

ટ્રમ્પે કહ્યુ હતુ કે, મફીને ધમકાવવામાં આવ્યા છે અને હું તેમની સાથે કે બીજી કર્મચારીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર જોઈ શકતો નથી. આપણો કેસ મજબૂત છે અને આપણે લડાઈ ચાલુ રાખીશું અને મને વિશ્વાસ છે કે, જીત આપણી જ થવાની છે.આમ છતા પ્રોટોકોલ પ્રમાણે સત્તાના હસ્તાંતરણની જે પ્રક્રિયા પૂરી કરવાની છે તે પૂરી કરવા માટે હું મફીને ભલામણ કરી રહ્યો છે. જોકે બાઈડનની ટીમે સત્તા ટ્રાન્સફર થાય તેની રાહ જોઈ નથી અને બાઈડેને પોતાની કેબિનેટના કેટલાક નામોની જાહેરાત પણ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah

BIG NEWS: ગુજરાત માટે ગૌરવ, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું, જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!