GSTV
News Trending World

જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય

ચીન તરફથી નજર રાખવાના હેતુથી મોકલવામાં આવેલા ગુબ્બારાને લઈને વધેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે જો ચીન અમેરિકાની સંપ્રભુતાને ભયમાં નાંખવાનો પ્રયાસ પણ કરશે તો તે પોતાની સુરક્ષા માટે જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છે.

મંગળવારે રાતે પોતાના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં બાઈડેને કહ્યું કે, જ્યાં ચીન દુનિયાને લાભ પહોંચાડવા અને અમેરિકી હિતોને આગળ વધારવા માટે કામ કરશે તો હું ચીનની સાથે કામ કરવા તૈયાર છું. પરંતુ તેને કોઈ ભ્રમમાં નહીં રાખવી જોઈએ. અમે ગત અઠવાડિયે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે જો ચીન અમારી સંપ્રભુતાને નુકસાન પહોંચાડવા ખતરો પેદા કરે છે તો અમે અમારા દેશની રક્ષા માટે કાર્યવાહી કરીશું.

છેલ્લા અઠવાડિયે એટલાન્ટિક મહાસાગરની ઉપર આવેલા સંદિગ્ધ ચીની જાસૂસી ગુબ્બારાને અમેરિકી સેનાએ તોડી પાડ્યું હતું. અમેરિકા દ્વારા કરેલી ગઈ આ કાર્યવાહીથી ચીન ધૂંધવાયું  અને કહ્યું કે તે આ મામલે પોતાના અધિકારો અને હિતોની રક્ષા કરશે. બાઈડન સરકારે ચીન પર અમેરિકી સંપ્રભુતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાયો છે.

પોતાના સંબોધન દરમિયાન બાઈડને કહ્યું કે ચીનની સાથે પ્રતિયોગીતા જીતવા માટે તમામે એકજૂટ થવું જોઈએ. અમે દુનિયાભરમાં ગંભીર ચેલેન્જનો સામનો કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં લોકતંત્ર મજબૂત થયું છે. નિરંકુશતા ઓછી થઈ છે. બાઈડેને કહ્યું કે તેમના પ્રશાસનમાં નિરંકુશતા મજબૂત નથી થઈપરંતુ કમજોર થઈ છે.

રિપબ્લિકન્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવ્યા પછી બાઈડેનનો અંદાજો બદલાતો નજરે આવ્યો. તેમણે કહ્યું કે અમેરિકા જલવાયુ અને વૈશ્વિક સ્વાસ્થ્યને લઈને ખાદ્ય અસુરક્ષા, આતંકવાદ અને ક્ષેત્રીય આક્રમકતા સુધી ચેલેન્જનો સામનો કરીને ફરીથી દુનિયાને એકજૂટ કરી રહ્યો છે.  સહયોગીઓ આગળ વધી રહ્યા છે. અને વધુ એક્ટિવ પણ છે. પરંતુ પ્રશાંત એટલાન્ટિક મહાસાગરમાં ભાગીદારોની વચ્ચે પુલ તૈયાર થઈ રહ્યો છે. જે લોકો અમેરિકાની વિરુદ્ધ ચાલાકી કરી રહ્યા છે તેણે આ વાતથી શીખ મળી છે કે તે કેટલા ખોટા છે. અમેરિકાની વિરુદ્ધ બગાવત કરવું ક્યારેય ફાયદામંદ રહ્યું નથી.

બાઈડેને પોતાના ભાષણમાં ડઝન વખત ચીનની આલોચના કરતાં કહ્યું કે પદ સંભાળતા પહેલાની વાત એ હતી કે કેવી રીતે ચીન પોતાની તાકાત વધારી રહ્યું છે અને અમેરિકાનો ગ્રાફ દુનિયામાં ઘટી રહ્યો છે. હવે વધુ નહીં. મેં રાષ્ટ્પતિ શી જિનપિંગને સ્પષ્ટ કરી દિધું છે કે અમે પ્રતિ સ્પર્ધા ઈચ્છીએ છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV