તાલિબાનની ડેડલાઇનના 24 કલાક પહેલા જ અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી નિકળી ગઈ છે. તાલિબાને 31 ઓગસ્ટ સુધીની છેલ્લી તારીખ આપી હતી, પરંતુ અમેરિકાની સેના પહેલા જ અફઘાનિસ્તાન છોડવાને મજબૂર થઈ ગઈ. હવે ટૂંક સમયમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સંબોધન કરશે.

આખા વિશ્વની નજર હવે રાષ્ટ્રપતિ બાઇડનની નવી જાહેરાત પર છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના સંબોધનમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત અફઘાનિસ્તાન અને તાલિબાનના ભવિષ્યના સંબંધોને લઇને હોઇ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના સંબોધન અને 5 મુદ્દા
- 24 કલાક પહેલા અફઘાનિસ્તાન છોડવા પાછળનું કારણ
- તાલિબાનને આર્થિક મદદ મળશે કે નહીં
- અફઘાનિસ્તાનમાં ફરી સેના જશે કે નહીં
- દૂતાવાસને શિફ્ટ કરવાનો હેતુ શું છે
- જો અફઘાનિસ્તાન આતંકનું આશ્રયસ્થાન બની જાય તો તમે શું કરશો
હવે અમેરિકી રાષ્ટ્રપતિ અફઘાનિસ્તાન છોડ્યા પછી તેમના ફ્યૂચર પ્લાનની બ્લૂપ્રિન્ટ બતાવે તે પહેલા જ તાલિબાન તરફથી મોટો હુમલો થયો છે. તાલિબાનોએ અમેરિકન સૈનિકોની વાપસી તેમની જીત અને અમેરિકાની હાર ગણાવી હતી.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કાબુલ એરપોર્ટ પરથી જણાવ્યું હતું કે અમેરિકી સૈનિકો કાબુલ એરપોર્ટથી નીકળી ગયા છે. હવે આપણો દેશ સંપૂર્ણપણે આઝાદ છે. તમામ અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા છે. 20 વર્ષનું લશ્કરી મિશન સમાપ્ત થયું, હજારો સૈનિકોને મારી નાખ્યા અને અભૂતપૂર્વ આર્થિક નુકસાન પહોંચાડ્યું. અમેરિકાની ‘હાર’ અન્ય આક્રમણકારો માટે એક પાઠ છે.
આજે તાલિબાન એ જ કાબુલ એરપોર્ટના માલિક છે, જે થોડા કલાકો પહેલા સુધી અમેરિકી શાસન હેઠળ હતું. તાલિબાનોએ કાબુલ એરપોર્ટનો કબજો મેળવ્યો છે.

અહીં અમેરિકાએ દેશ છોડી દીધો ત્યાં તાલિબાન શાસનનો પહેલો દિવસ શરૂ થયો. તાલિબાનોએ અમેરિકાના હથિયારોની પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું. લડવૈયાઓ કાબુલ એરપોર્ટના હેંગરમાં અમેરિકન વિમાનોનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. તે યુએસ આર્મીના યુનિફોર્મમાં ફરતો જોવા મળ્યા હતા.
Read Also
- ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે