GSTV
India News ટોપ સ્ટોરી

પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ફરીથી તૈયાર છે અમેરિકા, જૂનમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કરી શકે છે ડિનર

દુનિયાના સુપર પાવર મનાતું અમેરિકા ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયું છે. એક રિપોર્ટ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ વર્ષે જૂનમાં સ્ટેટ ડિનર માટે પીએમ મોદીને નિમંત્રણ પાઠવવા માગે છે. જણાવાઈ રહ્યું છે કે એના માટે વ્હાઈટ હાઉસમાં અંતિમ રૂપ અપાઈ ચૂક્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે સ્ટેટ ડિનરના સમયમાં કેટલાક બદલાવ પણ થઈ શકે છે.

જો કે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા તરફથી આ વખતે કોઈ સત્તાવાર નિવેદન આપવાથી મનાઈ કરી દેવાઈ છે. મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્રના પ્રશાસનની નીતિઓને આગળ વધારવા સાથે ક્ષેત્રમાં ચીનના વધતા ભયને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્ટેટ ડિનરનો આ આ કાર્યક્રમ અમેરિકા ભારતની વચ્ચેના મજબૂત થઈ રહેલા સંબંધોના પ્રદર્શનના રૂપમમાં પણ જોવાઈ શકે છે.

G20 ઈવેન્ટમાં પણ ભારતની તાકાત જોવા મળશે

આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત દ્વારા નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ચર્ચાનો મુખ્ય વિષય રશિયા દ્વારા યુક્રેન પરનો હુમલો હશે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં. જો બિડેન મે મહિનામાં યોજાનારી ક્વાડ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પણ ખૂબ ઉત્સુક છે. આ બેઠક ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે, જ્યાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના સમકક્ષ નેતાઓ વચ્ચે વાતચીત થશે.

મેક્રોન અને સુક-યોલે ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી

પીએમ મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિની ડિનરપાર્ટી ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને એપ્રિલમાં સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલ સાથે સ્ટેટ ડિનરનો કાર્યક્રમ થયો હતો. ગયા મહિને અમેરિકા અને ભારતે ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજી પર પહેલ કરી હતી. જેમાં પ્રસ્તાવ રખાયો કે જનરલ ઈલેક્ટ્રીક કંપનીના એરક્રાફ્ટ એન્જીન સાથે અદ્યતન સંરક્ષણ અને કોમ્પ્યુટર ટેક્નોલોજીની આપ-લે થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો

pratikshah

રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે

Kaushal Pancholi

હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત

pratikshah
GSTV