GSTV

અમેરિકા/ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન અને કમલા હૈરિસે ભારતીયોને આપી નવરાત્રિની શુભકામના

Last Updated on October 17, 2020 by Pravin Makwana

અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને શનિવારના રોજ હિન્દુ તહેવાર નવરાત્રિની શુભકામના આપી છે. તથા ફરી એક વાર નબળાઈ પર સારાપની જીતની કામના કરી છે. જો બાઈડને ટ્વીટ કરતા જણાવ્યુ છે કે, જેવો હિન્દુઓનો નવરાત્રિ તહેવાર શરૂ થાય છે, જિલ અને હું અમેરિકા અને દુનિયાભરમાં નવરાત્રિ ઉજવતા તમામ લોકોને શુભકામના આપુ છું. ફરી એકવાર નબળાઈઓ પર સારાપની જીતની શુભકામના સાથે નવા અવસરની નવી શરૂઆતની કામના.

જણાવી દઈએ કે, અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આવા સમયે જો બાઈડનનું આવુ ટ્વીટ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો વળી બીજી બાજૂ અમેરિકી ડેમોક્રેટિત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરિસે પણ ભારતીય અમેરિકીયોને નવરાત્રિની શુભકામના આપી છે. અમેરિકામાં ત્રણ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.

તો વળી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાલી રહેલા જોરદાર પ્રચાર વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ટાઉન હૉલમાં આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પની સરખામણીએ બાઈડેનને સાંભળવા માટે વધારે લોકો આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, બાઈડનના ટાઉન હોલના એબીસીમાં રાતના આઠ વાગ્યાથી નવની વચ્ચે એક કરોડ 41 લાખ લોકોએ આ ચર્ચામાં જોડાયા હતા, જ્યારે ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલી 35 લાખ લોકો સાંભળવા આવ્યા હતા.

READ ALSO

Related posts

મોટા સમાચાર / હેરોન ડ્રોનથી હેરાન થઈ જશે ડ્રેગન, નવા ફીચર્સ અને હથિયારો સાથે તે દુશ્મનો માટે બન્યું વધુ ઘાતક

Zainul Ansari

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

Zainul Ansari

અતૂટ દોસ્તી / ભારતનો સાચો મિત્ર છે રશિયા, દુનિયા બદલાઈ પણ દોસ્તી એવીને એવી જ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!