GSTV
News Trending World

બાઈડનને લાગશે ઝટકો: અમેરિકાની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રમ્પ કેમ્પેઇનમાં ખુશીની લહેર, હોઠ સુધી આવેલો કોળિયા છિનવાશે?

અમેરિકી સુપ્રીમ કોર્ટે પેન્સિલવેનિયામાં ટપાલ દ્વારા આવેલા મતોની નવેસર ગણતરી કરવાનો આદેશ આપતાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના હોઠ સુધી આવેલો કોળિયો અત્યારે તો છીનવાઇ જાય એવું વાતાવરણ સર્જાયું હતું.

અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં 270 મતોની જરૂર હોય છે. બાઇડન 264 સુધી પહોંચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ માંડ માંડ 214 સુધી પહોંચ્યા હતા. પોતે હારી રહ્યા છે એવું લાગતાં ટ્રમ્પે જ્યોર્જિયા અને અન્યત્ર કોર્ટમાં અરજી કરી હતી કે મતગણતરીમાં ઘાલમેલ થઇ હતી માટે ફરી એકવાર મતગણતરી કરાવવી.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે પેન્સિલવેનિયાને ટપાલમાં આવેલા મતોની નવેસર ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. જ્યોર્જિયામાં પણ ફરી મતગણતરી થશે.  77 વર્ષના બાઇડન અત્યાર સુધીમાં જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને પેન્સિલવેનિયામાં વિજયી નીવડ્યા હતા.

પરંતુ હવે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે મતદાનના દિને રાત્રે આઠ વાગ્યા પછી આવેલા મતોને અલગ રાખવા. જરૂર પડ્યે એની ફરી ગણતરી કરાવવામાં આવશે. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે મતદાનની રાત્રે તમામ રાજ્યોમાં મારી લીડ હતી. તો પછી એ લીડ ક્યાં ગઇ. જરૂર ઘાલમેલ અને ગોટાળા થયા હતા.

READ ALSO

Related posts

સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા

HARSHAD PATEL

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda

Bank Holidays : જુલાઈમાં 14 દિવસ બંધ રહેશે બેંકો, મહિનાની શરૂઆત રજા સાથે થશે; ફટાફટ ચેક કરો લિસ્ટ

GSTV Web Desk
GSTV