GSTV
Home » News » ટ્રમ્પે ઠુકરાવ્યું પીએમ મોદીનું આમંત્રણ, પ્રજાસત્તાક દિને નહી આવે ભારત

ટ્રમ્પે ઠુકરાવ્યું પીએમ મોદીનું આમંત્રણ, પ્રજાસત્તાક દિને નહી આવે ભારત

અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડટ્રમ્પ પોતાના પુરોગામી બરાક ઓબામાની જેમ ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિતરીકે સમારંભમાં હાજરી નહીં આપે. ટ્રમ્પે પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતેનાકાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવાનું મોદી સરકારનું આમંત્રણ ઠુકરાવ્યુંછે. અમેરિકાના અધિકારીઓએ આના સંદર્ભે તાજેતરમાં એક પત્ર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજિત ડોભાલને સોંપ્યો છે.

માનવામાં આવે છે કે આ પત્રમાં ટ્રમ્પે ભારત નહીં આવીશકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. માનવામાં આવે છે કે આનું કારણ અમેરિકામાં કેટલાકરાજકીય કાર્યક્રમો અને ટ્રમ્પના સ્ટેટ ઓફ યૂનિયન સંબોધન છે. આ કાર્યક્રમો 26જાન્યુઆરીથી કેટલાક દિવસ પહેલા અથવા બરાબર તેના પછી નિર્ધારીત થવાની શક્યતા છે. આમુદ્દા પર ટ્રમ્પની પ્રતિક્રિયા તેમના પુરોગામી બરાક ઓબામાથી વિપરીત છે. બરાકઓબામા 2015માં તમામ ઘરેલુ જવાબદારી છતાં ભારતના પ્રજાસત્તાક દિનના સમારંભમાં મુખ્યમહેમાન તરીકે સામેલ થયા હતા. ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં કેટલાકતણાવના તબક્કામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનું નિમંત્રણ નકાર્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવનું મુખ્ય કારણ રશિયા સાથેના સંરક્ષણ સોદાઅને ઈરાનમાંથી ખનીજતેલની આયાત છે. જણાવવામાં આવે છે કે અમેરિકા દ્વારા કાઉન્ટરિંગઅમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ એટલે કે કાટ્સા હેઠલ પ્રતિબંધોની ધમકી છતાંભારતે તાજેતરમાં રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ડીલને ફાઈનલ કરી હતી.બાદમાં રશિયાના રાજદૂત નિકોલય કુદાશેવે એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના કામના વખાણ કરયા હતા. એટલું જ નહીં. ભારતે ઈરાનમાંથી ખનીજતેલની આયાતને રોકવા અથવા તેમા મોટોઘટાડો કરવાની કોઈપણ સંભાવનાને ફગાવી છે.

આ પહેલા ટુ પ્લસ ટુ ડાયલોગ દરમિયાનઅમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યુ હતુ કે અમેરિકા અપેક્ષા કરે છે કેભારત પ્રતિબંધોથી બચવા માટે ચાર નવેમ્બર સુધીમાં ઈરાનમાંથી ખનીજતેલની આયાતનેસંપૂર્ણપણે રોકી દેશે. બીજી તરફ ભારતનું કહેવું હતું કે તે પોતાની ઊર્જા જરૂરિયાતોમુજબ કામ કરશે. એટલું જ નહીં ભારતની જાહેર ક્ષેત્રની કંપનીઓએ નવેમ્બર માસ માટેઈરાનમાંથી ખનીજતેલની આયાતનો ઓર્ડર આપી દીધો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડટ્રમ્પના પત્રની સાથે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પણ સમાપ્ત થઈ ચુકી છે.જણાવવામાં આવે છેકે ભારતે તેમને ફેબ્રુઆરીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુઅમેરિકાએ તેનો અસ્વીકાર કર્યો છે. એનડીએ સરકારના કાર્યકાળનું હાલ આખરી વર્ષ ચાલીરહ્યું છે અને ભારતમાં 2019માં મે માસમાં ચૂંટણી થવાની સંભાવના છે. માનવામાં આવેછે કે ટ્રમ્પે આવા ઘટનાક્રમોને જોતા ભારત સરકારના આમંત્રણને ઠુકરાવ્યું છે.

Related posts

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!