GSTV
Home » News » યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, છેલ્લા 24 કલાકમાં 172 કરોડ કર્યા એકઠા

યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, છેલ્લા 24 કલાકમાં 172 કરોડ કર્યા એકઠા

યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020 માં યોજાયાવાની યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે તેમની ઝુંબેશ શરૂ કરી દીધી છે. તેમણે ઝુંબેશ શરૂ કર્યાના 24 કલાકની અંદર 172 કરોડ રૂપિયા જમા કર્યા હતા. જોકે ટ્રમ્પે આ દાનના દાતાઓના નામો જાહેર કર્યા નથી.ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફ્લોરિડાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.તે જ સમયે, વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ ઉમેદવારો આ રકમનો એક ક્વાર્ટર પણ એકઠો કરાવામા સક્ષમ થયા નથી.

ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રોના મેકડેનિયલે આ નાણાંની માહિતી ટ્વિટ પર ટ્વીટ કરી હતી. પક્ષે એવો દાવો કર્યો હતો કે આવી મોટી રકમ ભેગી કરીને તે સ્પષ્ટ છે કે ટ્રમ્પ માટે લોકોને ઉત્સાહ ખૂબજ છે.ટ્રમ્પે ફ્લોરિડાના ઓરલૈન્ડો માં એક રેલીને સંબોધિત કરી હતી,

જ્યાં તેમણે રી ઈલેક્શન કમિટીને 97 કરોડ 43 લાખ અને ટ્રમ્પ વિજય સમિતિને 69 કરોડ અને 59 લાખ રૂપિયા દાનમાં મળ્યા હતા. આ ઉપરાંત ટ્રમ્પે ફ્લોરિડાના ટ્રમ્પ નેશનલ ડોરલ હોટેલ ખાતે પેઇડ ડિનર પ્રોગ્રામમાં પણ દેખાયા હતા, જ્યાં તેમણે 41 કરોડ 75 લાખ ભેગા કર્યા હતા.

READ ALSO

Related posts

ટ્વિટર હવે માર્ગદર્શિકા દ્વારા શીખવશે નેતાઓને ટ્વિટ કેવી રીતે કરવી

Dharika Jansari

દિલ્હીમાં શા કારણે વધી રહ્યું છે પ્રદૂષણ, જાણીને આંખો થઈ જશે પહોળી

Dharika Jansari

ભણશાળીની ફિલ્મમાં આલિયા ભજવવા જઈ રહી છે ગુજરાતી લેડી ગેંગસ્ટરનું કિરદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!