બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરામાં ઉપસ્થિત જંગી જનમેદનીને નમસ્તે કરી તેમના ભાષણની શરૂઆત કરી. પોતાના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વિકાસથી લઇને મોદી સાથે તેમની મિત્રતાની, ક્રિકેટથી લઇને બોલીવુડની, તેમજ ભારતના ઉત્સવોથી લઇને પરંપરાઓની વાત વણી લીધી. ટ્રમ્પની દરેક વાતને ઉપસ્થિત જનમેદનીએ ચિચિયારીઓ સાથે વધાવી.
#WATCH Gujarat: US President Donald Trump speaks about PM Narendra Modi during #NamasteyTrump event at Motera Stadium. He says, "…PM Modi started out as a 'tea wallah', he worked as a tea seller. Everybody loves him but I will tell you this, he is very tough…" #TrumpInIndia pic.twitter.com/rdrl3wqhdB
— ANI (@ANI) February 24, 2020
મ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સાચા મિત્ર ગણાવ્યા

ટ્રમ્પે તેમના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી. જે બાદ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સાચા મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે. ટ્રમ્પે કહ્યું કે અમે 8 હજાર માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકન્સને ભારત માટે પ્રેમ છે. તેમણે કહ્યું કે ભારતનું હંમેશા અમારા દિલમાં વિશેષ સ્થાન રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા પીએમનું સ્વાગત કર્યું હતું. આજે ભારતે અમારું દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું એ મારા માટે ગર્વની વાત છે.
ચા વેચવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો
અમેરિકી પ્રમુખે પીએમ મોદી દ્વારા નાનપણમાં ચા વેચવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન આ મહાન દેશની યાત્રાને પણ રેખાંકિત કરે છે. તેઓ તેમના પિતા સાથે ચા વેચતા હતા. ટ્રમ્પ આ નિવેદન કરી થોડી વાર અટક્યા અને મોદી સાથે હાથ મિલાવ્યો.
પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે 2019ની લોકસભા ચૂંટણીમાં મેળવેલી ઐતિહાસિક જીત બદલ ફરી પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી મોટા અને મુખ્ય નેતા છે. 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને મત આપ્યા અને તેમણે સૌથી મોટી ચૂંટણી જીત મેળવી. ડોનાલ્ડ ટ્રમ્પે કેન્દ્રની મોદી સરકારની સ્વચ્છ ભારત સહિતની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. તેમજ મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી હોવાનું જણાવ્યું.
મે ભારતના લોકોને પસંદ કરીએ છીએ
ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા આજ પહેલા આટલી મજબૂત ક્યારેય નહોતી, જેટલી અત્યારે છે. અમે ભારતના લોકોને પસંદ કરીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં બોલીવુડની ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બોલીવુડ એ ક્રિએટિવીટીનું ઉદાહરણ છે. ભાંગડા, રોમાન્સ, ડ્રામા અને ક્લાસિકનું સૌથી મોટું ઉદાહરણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ છે.
READ ALSO
- સુરતીલાલાઓ ચેતી જજો! સુરતના જાહેર માર્ગ પર ફરી રહ્યો છે ‘યમરાજ’, લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા!
- નોકરાણી “રાણી” બની : અનૌરસ પુત્રી લુઇઝા પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યાં છે પુતિન, 100 અબજ રૂપિયાનો તો છે મહેલ
- પિતા કે પત્ની? મૃતકના સ્પર્મ પર કોનો અધિકાર, કોર્ટે આપ્યો મોટો ચુકાદો
- રાજકોટ/ ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, રાજકારણમાં મચ્યો હડકંપ!
- ઝટકો/ ટ્રમ્પ અને મેલેનિયા વચ્ચે નથી મનમેળ: વ્હાઈટ હાઉસમાં પણ સૂતા હતા જુદા જુદા બેડરૂમમાં, હવે છૂટાછેડાની ચાલી હવા